News Continuous Bureau | Mumbai
કેરળ(Kerala)ના વાયનાડ(wayanad)માં કોંગ્રેસ સાંસદ રાહુલ ગાંધી(Congress MP Rahul Gandhi)ની ઓફિસમાં તોડફોડ કરવામાં આવી છે. મીડિયા અહેવાલો મુજબ કોંગ્રેસે ઘટનાની પાછળ સ્ટૂડન્ટ્સ ફેડરેશન ઓફ ઈન્ડિયા (SFI)નો હાથ હોવાનો આરોપ લગાવ્યો છે. પાર્ટીએ કહ્યું કે SFIના લોકો હાથમાં ઝંડા લઈને કાર્યાલયની બારી પર ચઢી ગયા અને તોડફોડ કરી. એટલું જ નહીં કાર્યાલયના કર્મચારીઓ સાથે પણ મારામારી કરવામાં આવી. જુઓ ઓફિસમાં તોડફોડનો વિડીયો :
This vandalism of Shri @RahulGandhi Ji’s office in Wayanad by SFI is deplorable and must be condemned in no uncertain terms. @CMOKerala this is complete collapse of law and order. Take strict action because your conspicuous silence offers patronage to these goons. Shameful pic.twitter.com/r7RZSwsW2k
— Supriya Shrinate (@SupriyaShrinate) June 24, 2022
આ કેસમાં પોલીસે તોડફોડની પુષ્ટિ કરી છે, તપાસની પણ વાત કરી છે. દરમિયાન કોંગ્રેસ નેતા અને ધારાસભ્ય ટી સિદ્દીકી(MLA T Siddiqui)એ આરોપ લગાવ્યો કે આ પૂર્વનિયોજિત હુમલો હતો. તેમને રાજ્યમાં બગડતી જતી કાયદા વ્યવસ્થાને લઈને મુખ્યમંત્રી પી વિજયન(CM P Vijayan) પર સવાલ ઉઠાવ્યા છે. તો બીજી તરફ, કેરળના મુખ્યમંત્રી પિનરાઈ વિજયને વાયનાડમાં કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીના કાર્યાલય પર થયેલા હુમલાની નિંદા કરી અને દોષિતો સામે કડક કાર્યવાહીનું આશ્વાસન આપ્યું છે.
આ સમાચાર પણ વાંચો : મહારાષ્ટ્રમાં રાજકીય સંકટ યથાવત – ઉદ્ધવ ઠાકરેએ આજે બપોરે બોલાવી પાર્ટીની મહત્વપૂર્ણ બેઠક- આ મુદ્દાઓ પર કરશે ચર્ચા
મીડિયા રિપોર્ટ્સ મુજબ આ તોડફોડનો મામલો સુપ્રીમ કોર્ટ(Supreme court)ના એક આદેશ સાથે સંબંધિત છે. સર્વોચ્ચ અદાલતે તમામ સંરક્ષિત વિસ્તારો, વન્યજીવ અભયારણ્યો અને રાષ્ટ્રીય ઉદ્યાનોની આસપાસ એક કિલોમીટર ઇકો-સેન્સિટિવ ઝોન (ESZ) ફરજિયાત કરવાનો આદેશ આપ્યો છે.
