ન્યૂઝ કંટીન્યુઝ બ્યૂરો
મુંબઈ
24 ફેબ્રુઆરી 2021
કોંગ્રેસ પાર્ટીના ગુજરાતના લબરમૂછિયા ઉપાધ્યક્ષ તેમજ હાલની નગરપાલિકા ચૂંટણી માં કોંગ્રેસ માટે પરાજયનો પાયો નાખનાર હાર્દિક પટેલે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની આકરી ટીકા કરી હતી. મોટેરા સ્ટેડિયમને વડાપ્રધાન નું નામ અપાતા તેણે કહ્યું હતું કે આ સરદાર વલ્લભભાઇ પટેલનું અપમાન છે. જોકે હવે હકીકત સામે આવી ગયા પછી વધુ એક વખત કોંગ્રેસ પાર્ટી નું નાક કપાઈ ગયું છે.
અમદાવાદમાં બનેલા સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ નું નામ સરદાર વલ્લભભાઈ પટેલ સ્પોર્ટસ કોમ્પ્લેક્સ છે. આ સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ ની અંદર વિવિધ એક્ટિવિટી છે. જેમાંની એક એક્ટિવિટી એટલે ક્રિકેટનુ સ્ટેડિયમ છે. આ ક્રિકેટ સ્ટેડિયમનું નામ મોટેરા હતું. જે હવે બદલીને નરેન્દ્ર મોદી સ્ટેડિયમ કરવામાં આવ્યું છે.એટલે કે સ્પોર્ટસ કોમ્પ્લેક્સ નું નામ સરદાર વલ્લભભાઈ પટેલ સ્પોર્ટસ કોમ્પ્લેક્સ રહેશે જ્યારે કે સ્ટેડિયમનું નામ નરેન્દ્ર મોદી સ્ટેડિયમ રહેશે.
આમ સ્પષ્ટતા થઇ ગયા બાદ કોંગ્રેસ પાર્ટી તરફથી હજુ સુધી કોઇ પ્રત્યુત્તર આવ્યો નથી.