ન્યૂઝ કંટીન્યુઝ બ્યૂરો
મુંબઈ
02 માર્ચ 2021
ગુજરાતમાં થયેલી નગરપાલિકાની ચૂંટણીઓમાં કોંગ્રેસના નેતાઓના સગા સબંધીઓ અને ચાલુ ધારાસભ્યોનો પરાજય થયો છે. આ સૂચિમાં અનેક દિગ્ગજ નેતા શામેલ છે. એક તો ધારાસભ્ય પોતે પણ બે જગ્યાએથી ચૂંટણી લડયો હોવા છતાં બંને જગ્યાએ હાર્યો. કોંગ્રેસનું એવું નાક કપાયું છે કેજે ખુદ કોંગ્રેસના માન્યામાં આવે તેમ નથી.
ધારાસભ્ય અર્જુન મોઢવાડિયાના ભાઈ રામદેવ મોઢવાડિયા પોરબંદર તાલુકા પંચાયતની ચૂંટણીમાં હારી ગયા
પેટલાદના ધારાસભ્ય નિરંજન પટેલ બંને બેઠકો પર હારી ગયાં
આણંદના ધારાસભ્ય પૂનમ પરમારના પુત્ર વિજય પરમાર જિલ્લા પંચાયતની ચૂંટણીમાં હારી ગયા
ઉત્તરગુજરાતમાં ધારાસભ્ય અશ્વિન કોટવાળના પુત્રનો પણ કારમો પરાજય થયો છે.
દ્વારકા જિલ્લા પંચાયતમાં ખંભાળિયાના ધારાસભ્ય વિક્રમ માડમના પુત્રની પણ હાર થઈ છે.
અરવલ્લી જિલ્લાના ભીલોડાના ધારાસભ્ય અનિલ જોષીયારાના પુત્રની પણ હાર થઈ છે.
ગુજરાત આખેઆખું ભગવા રંગે રંગાયું, પહેલી વખત ભાજપને ગ્રામ્ય વિસ્તારમાં અકલ્પનીય સફળતા. જાણો પરિણામ.
