ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ. 17 ડિસેમ્બર 2021
શુક્રવાર.
કર્ણાટક વિધાનસભાના પૂર્વ અધ્યક્ષ અને કોંગ્રેસી ધારાસભ્ય કેઆર રમેશ કુમારે દુષ્કર્મ અંગે ખૂબ જ ભદ્દી ટિપ્પણી કરવા મામલે માફી માગી છે.
રમેશ કુમારે સોશિયલ મીડિયા પર માફી માગતા કહ્યું કે, ગુનાને નાનો દર્શાવવાનો તેમનો કોઈ જ ઈરાદો નહોતો. તે એક ઓફ ધ કફ (તૈયારી વગરની) ટિપ્પણી હતી.
સાથે તેમણે એમ પણ કહ્યું કે, 'હું હવેથી ખૂબ જ ધ્યાન રાખીને મારા શબ્દો પસંદ કરીશ. વિધાનસભામાં બળાત્કાર અંગે જે બેદરકારીભરી ટિપ્પણી કરી હતી તેને લઈ તમારા સૌ સમક્ષ ખેદ વ્યક્ત કરૂ છું.
કોંગ્રેસી ધારાસભ્ય કેઆર રમેશ કુમારે મહિલાઓ માટે ખૂબ જ આપત્તિજનક અને અસંવેદનશીલ ટિપ્પણી કરી હતી. તેમણે વિધાનસભામાં કહ્યું હતું કે, 'જ્યારે બળાત્કારને રોકી નથી શકાતો તો સૂવો અને મજા માણો.'
ચોંકાવનારી વાત એ છે કે, કોંગ્રેસી ધારાસભ્યની આ ટિપ્પણી પર વિધાનસભા અધ્યક્ષ વિશ્વેશ્વર હેગડે કાગેરી આપત્તિ દર્શાવવાના બદલે હસવા લાગ્યા હતા.