ન્યુઝ કંટીન્યુઝ બ્યુરો,
મુંબઈ, ૧ એપ્રિલ ૨૦૨૧.
ગુરૂવાર.
ગુજરાત વિધાનસભામાં આજે ગૃહ રાજ્યમંત્રી પ્રદીપસિંહ જાડેજાએ લવજેહાદના કાયદા નું બિલ રજુ કર્યું હતું.જેને અયોગ્ય ઠેરવતા કોંગ્રેસના ધારાસભ્ય ઈમરાન ખેડાવાલા બિલને ફાડી નાખ્યું હતું.બિલ ફાડી નાખતાં જ પ્રદીપસિંહ જાડેજાએ ખેડાવાલા વિરુદ્ધ કડક કાર્યવાહી કરવાની માંગ પણ કરી હતી. ખેડાવાલા ના બિલ ફાડતા જ કોંગ્રેસના બીજા નેતા પરેશ ધાનાણી ગૃહમાં ખેડાવાલા ની તરફેણમાં આવીને ઊભા રહ્યા હતા. જણાવ્યું હતું કે, અશોક ભટ્ટ વિપક્ષમાં હતા ત્યારે અનેક વખત તેમણે પણ બિલ ફાડ્યા છે.
પ્રદિપસિંહ જાડેજા જણાવે છે કે, 'આજનું ધર્માંતરણ એ આવતીકાલનું રાષ્ટ્રતરણ છે.યુવકના નાડાછડી પહેરીને અને હિન્દુ નામ ધારણ કરીને યુવતીને ફસાવે છે. ત્યાર બાદ લગ્ન કરે છે. ધર્મ પરિવર્તન બાદ યુવતીને પાછા ફરવાનો કોઈ રસ્તો મળતો નથી તેથી ઘણી યુવતીઓ આત્મહત્યા પણ કરે છે. જેને અટકાવવા અમે આ કાયદો લાવી રહ્યા છીએ.'
ઉલ્લેખનીય છે કે,મ્યાનમાર, નેપાળ, શ્રીલંકા તથા પાકિસ્તાનમાં પણ આ કાયદો છે. જેમાં સજાની અલગ-અલગ જોગવાઈઓ છે.અનેક દીકરીના જીવન નરક બનાવી નાખવાની માનસિકતાવાળા જેહાદી તત્વોની સામે સખ્તાઈથી અને કડકાઇથી કામ કરવાનું ગુજરાત રાજ્ય સરકારે નક્કી કર્યું છે. જે અંતર્ગત ખોટું નામ બતાવીને હિન્દુ યુવતી સાથે લગ્ન કરનારાઓની હવે ખેર નથી.