News Continuous Bureau | Mumbai
ઉત્તર પ્રદેશના(Uttar pradesh) વારાણસીની(varanasi) જ્ઞાનવાપી મસ્જિદનો(Gyanvapi masjid) મુદ્દો હાલ ચર્ચામાં છે.
જ્ઞાનવાપી મસ્જિદમાં શિવલિંગ(Shivling) મળવાના દાવા પર કોંગ્રેસના નેતા પ્રમોદ ક્રિષ્નમે(Pramod Krishnam) કહ્યું કે, પ્રત્યક્ષને પુરાવાની જરૂર નથી, જ્ઞાનવાપી પર ન્યાયતંત્ર(judiciary) જે પણ આદેશ કરશે તેનું દરેક લોકો પાલન કરશે.
સાથે તેમણે કહ્યું કે, કુતુબમિનાર(Qutub Minar) અને તાજમહેલ(taj mahel) ભારત સરકાર હેઠળ છે અને તેઓ કોઈ ધર્મ સાથે જોડાયેલા નથી તેથી સરકારે તે હિંદુઓને સોંપી દેવા જોઈએ.
આ વિષય ભારત સરકારનો(Indian govt) છે પરંતુ અમે રાષ્ટ્ર અને દેશની સાથે છીએ.
પ્રમોદ કૃષ્ણમ સાથે હાજર રહેલા કોંગ્રેસના રાજ્યસભા સાંસદ દીપેન્દ્ર હુડ્ડાએ(MP Deependra Hooda) કહ્યું કે, રામ મંદિરની જેમ જ કોર્ટ જ્ઞાનવાપી કેસ પર પણ નિર્ણય લેશે.
આ સમાચાર પણ વાંચો : વૃદ્ધ માતાની દેખરેખ નહીં રાખનારા પુત્રને સુપ્રીમ કોર્ટની ફટકાર, કહ્યું-મોટું મકાન નહીં મોટું દિલ જોઈએ… જાણો વિગતે