News Continuous Bureau | Mumbai
આવનાર સમયમાં રાજ્ય સભામાં ચૂંટણી થવાની છે. આ ચૂંટણી પછી કોંગ્રેસ પાર્ટી નું પ્રતિનિધિત્વ રાજ્ય સભામાં ઘટશે. વિશ્લેષકોના મત મુજબ ચૂંટણી પછી કોંગ્રેસના માત્ર 30 સાંસદો રાજ્યસભામાં હશે. આ આંકડો કોંગ્રેસના ઈતિહાસનો સૌથી ખરાબ આંકડો છે. આ ઉપરાંત શરમજનક પરિસ્થિતિ એ છે કે આશરે 17 રાજ્ય તેમજ કેન્દ્ર શાસિત પ્રદેશ થી કોંગ્રેસ પાર્ટીનો એકેય વ્યક્તિ રાજ્યસભામાં નહીં હોય. હવે કોંગ્રેસ પાર્ટી પાસે ઉત્તર પ્રદેશ, આંધ્ર પ્રદેશ, પંજાબ, તેલંગાણા, હિમાચલ પ્રદેશ, ઉત્તરાખંડ, ઓરિસ્સા, દિલ્હી અને ગોવા થી એકેય સાંસદ નહીં હોય. આ ઉપરાંત પૂર્વોત્તરના 8 રાજ્યો માંથી પણ કોંગ્રેસનું એકેય સાંસદ નહીં હોય. આમ કોંગ્રેસ પાર્ટી સંકોચાઈ રહી છે. તેમજ તેમની માટે લોકોના પ્રશ્નો સંસદ સુધી પહોંચાડવાના માર્ગો બંધ થઈ રહ્યા છે.
આ સમાચાર પણ વાંચો : સરકારની ચૂંટણી લક્ષી યોજનાઓથી બચીને રહેજો. નહીં તો રાજ્યને શ્રીલંકાની માફક કંગાળ થતા કોઈ નહી રોકી શકે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીની સ્પષ્ટ વાત. પણ તેઓએ આવું શા માટે કહ્યું? જાણો અહીં.