Site icon News Continuous Bureau | Mumbai

શિવસેના બાદ હવે કોંગ્રેસમાં પણ બળવો- કોંગ્રેસના આ દિગ્ગજ નેતાને લીધી ફડણવીસની મુલાકાત

 News Continuous Bureau | Mumbai

 

Join Our WhatsApp Channel

મહારાષ્ટ્રમાં(Maharashtra) સત્તા પરિવર્તન બાદ રાજ્યના રાજકારણમાં(state politics) ગરમાવો આવી ગયો છે. રાજ્યમાં શિવસેનામાં (Shiv Sena) ભંગાણ પડ્યા બાદ હવે દેશના સૌથી જૂના પક્ષ કોંગ્રેસમાં(Congress) પણ બળવો થવાની શક્યતા જણાઈ રહી છે.

મહારાષ્ટ્રમાં કોંગ્રેસના કેટલાક નેતાઓ શિંદે જૂથમાં જોડાયા હોવાની ચર્ચા ચાલી રહી છે. એ વચ્ચે હવે કોંગ્રેસના વરિષ્ઠ નેતા અને પૂર્વ મુખ્યમંત્રી(Senior Congress leader and former Chief Minister) અશોક ચવ્હાણ(Ashok Chavan) અને રાજ્યના નાયબ મુખ્યમંત્રી(Deputy CM) દેવેન્દ્ર ફડણવીસ(Devendra Fadnavis) વચ્ચે ગુપ્ત બેઠકની માહિતી મળી રહી છે.

એક તરફ બીજેપી નેતા(BJP leader) અને રાજ ઠાકરે વચ્ચે બેઠક ચાલી રહી છે ત્યારે ફડણવીસ અને ચવ્હાણ વચ્ચે આ ગુપ્ત બેઠક ચાલી રહી હોવાની માહિતી મળી રહી છે. એવું કહેવાય છે કે આ બેઠક ખાનગી જગ્યાએ થઈ હતી. છેલ્લા કેટલાક દિવસોથી અશોક ચવ્હાણ કોંગ્રેસના નેતૃત્વથી નારાજ હોવાનું કહેવાય છે અને તેમણે આ નારાજગી પણ ખુલ્લેઆમ વ્યક્ત કરી છે.

આ સમાચાર પણ વાંચો :  દિલ્હીના મુખ્ય પ્રધાનનો ચોંકાવનારો આરોપ- કહ્યું- ભાજપ દેશના આટલા ધારાસભ્ય ખરીદી ચૂકી છે

કોંગ્રેસમાં આંતરિક વિખવાદ ચાલી રહ્યો છે અને કોંગ્રેસના કેટલાક ધારાસભ્યો અને નેતાઓ ભાજપ અને શિંદે જૂથના સંપર્કમાં હોવાનું કહેવાય છે. આ પહેલા પણ કોંગ્રેસના ધારાસભ્ય(Congress MLA) અસલમ શેખ(Aslam Sheikh)નાયબ મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસને તેમના સાગર નિવાસે મળ્યા હતા. તે પછી, અશોક ચવ્હાણ ફડણવીસને મળ્યા છે.

વિધાન પરિષદની ચૂંટણીમાં કોંગ્રેસના બીજા ઉમેદવાર ચંદ્રકાંત હંડોરની હાર બાદ કોંગ્રેસમાં આંતરિક નારાજગી બહાર આવી હતી. તેથી, કોંગ્રેસમાં અસંતુષ્ટ લોકોનું આ જૂથ અલગ થઈ શકે છે અને એકનાથ શિંદેના નેતૃત્વ હેઠળના શિંદે જૂથમાં જોડાઈ શકે છે એવી ચર્ચા ચાલી રહી છે.
 

Pension Adalat Grievance Redressal પેન્શન અટવાયું છે કે ફરિયાદ છે? ગુજરાત પોસ્ટલ સર્કલ દ્વારા 18 સપ્ટેમ્બરે વિશેષ પેન્શન અદાલતનું આયોજન
Dahisar 7 Foot Python Rescued બોનેટ ખોલતાં જ ઉડી ગયા હોશ! દહીસરમાં કારના એન્જિનમાં બેઠો હતો 7 ફૂટ લાંબો મહાકાય અજગર, સર્પમિત્રોએ કર્યો રેસ્ક્યુ
Thane Police Mobile Recovery ઠાણે પોલીસની સફળ કામગીરી સીઇઆઇઆર પોર્ટલની મદદથી ૧૯ લાખથી વધુ કિંમતના ૧૮૦ ગુમ થયેલા મોબાઇલ ફોન કરાયા હસ્તગત
Vibrant Gujarat 2027 Mumbai Roadshow વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ ૨૦૨૭: આજે મુંબઈના ધ તાજ મહલ પેલેસ ખાતે ભવ્ય રોડ શો, CM ભૂપેન્દ્ર પટેલ ઉદ્યોગપતિઓ સાથે કરશે બેઠક
Exit mobile version