News Continuous Bureau | Mumbai
માયાનગરી મુંબઈ(mumbai) સહિત મહારાષ્ટ્રમાં વૈશ્વિક મહામારી કોરોના(Covid case)ના કેસની સંખ્યામાં સતત વધારો થઈ રહ્યો છે, મુંબઈમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના 1956 નવા કેસ નોંધાયા છે. જોકે રાહતના સમાચાર એ છે કે આ સમયગાળા દરમિયાન મુંબઈ સહિત મહારાષ્ટ્રમાં કોરોનાથી એક પણ દર્દીનું મોત થયું નથી, જ્યારે ડેથરેટ(covid death rate) 1.87 ટકા છે. મુંબઈમાં કોરોનાના એક્ટિવ કેસ(Active case)ની સંખ્યા વધીને 9,191 છે, જે ગુરુવારે 7,898 હતી. મુંબઈ શહેરમાં પ્રત્યેક 100 ટેસ્ટમાં નોંધાતા કેસ અથવા પોઝિટિવિટી રેટ(positivity rate)માં વૃદ્ધિ થઈ છે, જે લાંબા સમય પછી દસ ટકા ઉપર ગયો છે. શુક્રવારે મુંબઈમાં પોઝિટિવિટી રેટ 12.74 ટકા રહ્યો, જ્યારે ગુરુવારે 9.64 ટકા હતો.
મુંબઈમાં નોંધાયેલા કુલ કેસ (1956) પૈકી 1,873 એસિમ્પટોમેટિક છે, જ્યારે 83 દર્દીને હૉસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. હોસ્પિટલમાં દાખલ કરવામાં આવેલા કુલ દર્દીમાંથી ત્રણ દર્દીને ઓક્સિજન સપોર્ટ(Oxygen support) પર રાખ્યા છે. આ દરમિયાન કોરોનાથી 763 દર્દી સાજા થવાથી કુલ રિકવર કેસ(recovery case)ની સંખ્યા 10,48,438 છે.
આ સમાચાર પણ વાંચો : મલાડ ખાતે બસમાં એન્ટ્રી ન મળતા યુવકે બેસ્ટની બસના કાચ તોડી નાખ્યા- જુઓ વિડિયો
મે મહિનામાં નોંધાયેલા કુલ કેસની સંખ્યા એકલા જૂનના દસ દિવસમાં નોંધાઈ છે. પહેલીથી દસમી જૂનના સમયગાળામાં કોરોનાના કેસની સંખ્યા 11,297 છે, જ્યારે મે મહિનામાં 5,979 નોંધાયા હતા. મુંબઈમાં દસ દિવસમાં કોરોનાથી ચાર દર્દીનાં મોત થયા છે, જ્યારે મેમાં ત્રણ હતાં.
મહારાષ્ટ્રમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના કેસ(covid daily case)ની સંખ્યા વધીને 3,081 નોંધાતા કુલ કેસની સંખ્યા વધીને 79,04,709 છે, જ્યારે કોરોનાથી 1,323 દર્દી સાજા થવાથી કુલ રિકવર કેસની સંખ્યા 77,43,513 છે. હાલ રાજ્યમાં સક્રિય કેસોની સંખ્યા 13,329 છે