કોરોનાના નવા વેરિયન્ટ ઓમિક્રોનને લઈને દિલ્હીમાં એરપોર્ટ પર કડક દિશા-નિર્દેશ જાહેર

by Dr. Mayur Parikh

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો 

મુંબઈ, 28 નવેમ્બર, 2021

સોમવાર 

કોરોનાના નવા વેરિયન્ટ ઓમિક્રોનના લીધે દિલ્હી એરપોર્ટ પર નવા અને કડક દિશા-નિર્દેશ જાહેર કરવામં આવ્યા છે. ઓમિક્રોનના ત્રણ હોટસ્પોટ ક્ષેત્રો- દક્ષિણ આફ્રિકા, ઝિમ્બાબ્વે અને હોંગકોંગથી આવનારા મુસાફરોએ દિલ્હી એરપોર્ટ પર RT-PCR ટેસ્ટ કરાવવો પડશે અને તેની રાહ જોવી પડશે. જે મુસાફરોનો રિપોર્ટ નેગેટિવ આવશે તેને જ બહાર નીકળવા દેવામાં આવશે. કોવિડનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો હશે એવા મુસાફરોને હોસ્પિટલમાં મોકલવામાં આવશે. અન્ય ખતરો ધરાવતા દેશોમાંથી આવનારા પર્યટકોના પણ સેમ્પલ લેવામાં આવશે અને તેમને મોબાઈલ કે ઈમેલ પર રિઝલ્ટ મોકલવામાં આવશે.

You Might Be Interested In

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More