News Continuous Bureau | Mumbai
કાશી વિશ્વનાથ મંદિર(Kashi vishwanath temple) અને જ્ઞાનવાપી મસ્જિદ(Masjid) મામલે વારાણસી કોર્ટે(varnasi court) મોટો નિર્ણય લીધો છે.
કાશી વિશ્વનાથ જ્ઞાનવ્યાપી મસ્જિદ કેસને લઈને કોર્ટે કમિશનર(commissioner) નિયુક્ત કરવાનો નિર્ણય લીધો છે.
નિયુક્ત કમિશનર 19 એપ્રિલે મંદિર-મસ્જિદ પરિસરમાં જશે અને વીડિયોગ્રાફી કરશે.
કોર્ટે આ દરમિયાન સુરક્ષાદળો તૈનાત કરવાનો આદેશ પણ આપ્યો છે. જેથી કોઈ અપ્રિય ઘટના ન ઘટે.
અરજીકર્તાએ પરિસરના નિરીક્ષણ, રડાર અધ્યયન અને વીડિયગ્રાફી માટે કોર્ટ પાસે આદેશ માંગ્યો હતો.
ઉલ્લેખનીય છે કે અરજીકર્તાએ સપ્ટેમ્બર 2020માં દાખલ કરેલી અરજીમાં હવે કોર્ટે આ આદેશ આપ્યો છે
આ સમાચાર પણ વાંચો : યુપી એમપી બાદ હવે ગુજરાતના ખંભાતમાં ફરી વળ્યું બુલ્ડોઝર, પથ્થરમારા અને હિંસા મામલે તંત્રએ લીધા એક્શન; જુઓ વિડીયો, જાણો વિગતે