ન્યૂઝ કન્ટીન્યુઝ બ્યૂરો
મુંબઈ
11 જુલાઈ 2020
કોરોનાવાયરસના કેસોમાં વધારો થતો જોઈ થાણા, કલ્યાણ, ડોમ્બિવલી મ્યુનિસિપલ કૉર્પોરેશન દ્વારા તા .19 જુલાઇ સુધી લોકડાઉન વધારવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. નોંધનીય છે કે કલ્યાણ-ડોમ્બિવલી મુંબઇ મેટ્રોપોલિટન ક્ષેત્રનો જ એક ભાગ છે અને થાણે જિલ્લામાં આવેલો છે.
કોવિડ-19 ના ફેલાવાને રોકવા માટે થાણે મ્યુનિસિપલ કોર્પોરેશનના એડિશનલ કમિશનરે પણ થાણે શહેરમાં 19 જુલાઇ સુધી 'કુલ' લોકડાઉન લંબાવાનો નિર્ણય લીધો છે. થાણે જિલ્લામાં અત્યાર સુધીમાં 50,000 થી વધુ કોવિડ -19 કેસ નોંધાયા છે. આ વિસ્તારમાં જીવલેણ રોગને કારણે 1,507 લોકોએ દમ તોડી દીધો છે.
દરમિયાન, કોવિડ -19 ના રોગના ફેલાવવાને રોકવા, પુણેમાં 13 જુલાઇથી 10 દિવસનો લોકડાઉન લાગુ કરવામાં આવશે. લોકડાઉન 13 જુલાઈની મધ્યરાત્રિથી શરૂ થશે અને 23 જુલાઈએ સમાપ્ત થશે. કોવિડ -19 કેસોમાં વધારાને ધ્યાનમાં રાખીને પૂના, પિંપરી-ચિંચવાડ અને જિલ્લાના કેટલાક અન્ય વિસ્તારોમાં લોકડાઉન લાગુ કરવામાં આવશે. જ્યારે મહારાષ્ટ્રના નાંદેડમાં કોરોનાવાયરસની સંખ્યા વધીને 588 થઈ ગઈ હોવાથી, જિલ્લા અધિકારીઓએ ત્યાં પણ 12 જુલાઇથી કર્ફ્યુ લગાવવાનો નિર્ણય કર્યો છે. પરંતું આ તમામ લોકડાઉન દરમિયાન જીવન જરૂરી વસ્તુઓની દુકાનો, રાશન દુકાન, શાકભાજી વિક્રેતાઓ, દૂધની દુકાન અને રાંધણ ગેસ વિક્રેતાઓ નિર્ધારિત કલાકો દરમિયાન કાર્ય કરી શકે છે….
આ લોકડાઉન લાદવાનો નિર્ણય મહારાષ્ટ્રના નાયબ મુખ્ય પ્રધાન અજિત પવારે અધિકારીઓ સાથે બેઠક યોજ્યા બાદ લીધો હતો.
ગુજરાતી બ્રેકિંગ ન્યૂઝ માટે વોટ્સઅપ ગ્રુપ માં નીચે આપેલી લિંક દબાવીને જોડાઓ.
News Continuous (ન્યૂઝ કંટીન્યૂઝ)
YouTube : https://www.youtube.com/NewsContinuous
Twitter : https://twitter.com/NewsContinuous
Facebook : https://www.facebook.com/newscontinuous
Instagram : https://www.instagram.com/newscontinuous/
Email : TheNewsContinuous@gmail.com