ન્યુઝ કન્ટીન્યુઝ બ્યુરો
મુંબઈ
06 ઓક્ટોબર 2020
દેશમાં દૈનિક કેસો ફરી એક મહિના પહેલાં સપ્ટેમ્બરમાં હતાં તેની આસપાસ પહોંચી ગયા છે. 21 જેટલા રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોમાં કોરોના કેસ રાષ્ટ્રીય સરેરાશ કરતા ઊંચા દરે વૃદ્ધિ પામ્યા છે, જે દર્શાવે છે કે દેશના કેટલાક ભાગોમાં રોગચાળો વધી રહ્યો છે. જ્યારે કેટલાક સ્થળોએ કાબુમાં છે.
આ યાદીમાં બીજા છેડે બિહાર હતું, જ્યાં છેલ્લા ત્રણ અઠવાડિયામાં રાષ્ટ્રીય દર (19%) ની આસપાસનો વધારો થયો હતો – જે કોઈપણ રાજ્ય દ્વારા નોંધાયેલ સૌથી ઓછી વૃદ્ધિ હતી, ત્યારબાદની સૌથી ઓછી વૃદ્ધિ તમિળનાડુમાં હતી, જયાં કેસોમાં 23% વૃદ્ધિ નોંધાઈ હતી, ત્યારબાદ ગુજરાત ( 26%), આંધ્રપ્રદેશ (27%), તેલંગાણા (27%) અને આસામમાં (32%) નો વધારો થયો છે. જ્યારે બે સૌથી વધુ અસરગ્રસ્ત રાજ્યો હતા – મહારાષ્ટ્ર 36% અને કર્ણાટક 39% ના દરે વૃદ્ધિ પામ્યું હતું, જે ભારતના સરેરાશ દર કરતા વધારે છે.

દરમિયાન, સોમવારે 59,471 તાજા કેસો નોંધાયા હતાં. 24 ઓગસ્ટ પછી પહેલી વખત દૈનિક ગણતરી 60,000 ની નીચે પહોંચી ગઈ હતી. દર સોમવારે કેસની ગણતરી કરવામાં આવે છે, ત્યારે ગત ચાર સોમવાર દરમ્યાન – સપ્ટેમ્બર 14 ના રોજ 80,663, 21 સપ્ટેમ્બરે 73,279 અને સપ્ટેમ્બર 28 ના રોજ 66,251 ની સંખ્યા ક્રમશ ઓછી થઈ રહી છે. જ્યારે મહારાષ્ટ્રમાં 2,297, કર્ણાટકમાં 1,845 અને દિલ્હીમાં 1,503 કેસ નોંધાયા છે.