ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, 29 ડિસેમ્બર 2021
બુધવાર.
હજી એક દિવસ પહેલા જ મહારાષ્ટ્રના એજ્યુકેશન મિનિસ્ટર વર્ષા ગાયકવાડે તેમનો કોવિડનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો હોવાનું ટ્વીટ કર્યું હતું, તેના બીજા દિવસે જ રાષ્ટ્રવાદી કોંગ્રેસના નેતા અને સાંસદ સુપ્રિયા સુળે પણ કોવિડ પોઝિટિવ આવ્યા છે.
બુધવારે સુપ્રિયા સુળેએ ટ્વીટ કરીને તેમના પતિ સદાનંદ સુળે અને તેમનો કોવિડનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો હોવાનું જણાવ્યું હતું. રાષ્ટ્રવાદી કોંગ્રેસના અધ્યક્ષ શરદ પવારના પુત્રી સુપ્રીયાએ જોકે તેમને અને તેમના પતિને કોરોના કોઈ લક્ષણો ન હોવાનું જણાવ્યું હતું. સાથે જ તેમના સંપર્કમાં આવેલા તમામ લોકોને તેમણે કોરોનાની ટેસ્ટ કરાવી લેવાની સલાહ આપી હતી.
ગુજરાત માં પજ્ઞાચક્ષુએ દુષ્કર્મ કરનારાને અવાજ થી ઓળખી લીધો. થઈ કાનૂની કાર્યવાહી. જાણો વિગતે…
અહીં ઉલ્લેખનીય છે મુંબઈ સહિત મહારાષ્ટ્રમાં કોરોનાની સાથે જ ઓમીક્રોનના કેસમાં સતત વધારો થઈ રહ્યો છે. છેલ્લા સાત દિવસમાં મુંબઈમાં કોરોનાના કેસમાં સાત ગણો વધારો થયો છે અને મુંબઈ સહિત રાજ્યમાં પરિસ્થિતિ ગંભીર થઈ રહી હોવાનું રાજ્યના હેલ્થ મિનિસ્ટર રાજેશ ટોપેએ એક પત્રકાર પરિષદમાં કહ્યું હતું.