ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, 29 ડિસેમ્બર 2021
બુધવાર.
અમદાવાદના બાળવા વિસ્તારમાં એક પ્રજ્ઞાચત્રુ મહિલા સાથે બળાત્કારનો બનાવ બન્યો હતો. આરોપી રિક્ષા ડ્રાઈવરે લિફ્ટ આપવાને બહાને મહિલા સાથે દુષ્કર્મ કરવાનો પ્રયાસ કર્યો હતો. મહિલાની ફરિયાદ બાદ અમદાવાદ ગ્રામીણ પોલીસે થોડા દિવસોમાં જ આરોપીને પકડી પાડયો હતો.
આ મહિલાનો પતિ પણ પ્રજ્ઞાચક્ષુ છે, બંનેની હિંમતને કારણે આરોપીને પકડી પાડવામાં સફળતા મળી હતી. પોલીસના જણાવ્યા મુજબ બાવલા તાલુકામાં રહેતી દિવ્યાંગ મહિલા અમદાવાદના અંધજન મંડળમાં અનાજની કીટ લેવા ગઈ હતી. ઘરે આવવામાં મોડુ થતા તેણે રિક્ષા પકડી હતી. રિક્ષા ડ્રાઈવરે દિવ્યાંગ મહિલાનો ફાયદો લેવા માટે સૂમસામ જગ્યા પર લઈ ગયો અને તેની સાથે દુષ્કર્મ કરવાનો પ્રયાસ કર્યો હતો. પરંતુ મહિલાએ તેનો વિરોધ કર્યો હતો અને મદદ માટે બૂમો પાડી હતી. તેથી ડરના કારણે આરોપી રિક્ષા ડ્રાઈવર ભાગી છૂટયો હતો.
લો બોલો, ભર શિયાળામાં મહારાષ્ટ્રના કોલ્હાપુર જિલ્લામાં પૂરનું જોખમ, આ છે કારણ; જાણો વિગત
મહિલા માંડ માંડ પોતાના ઘરે પહોંચી હતી અને પરિવારના સભ્યોને પૂરો બનાવ જણાવ્યો હતો.પરિવારે ચાંગોદર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરી હતી. મહિલા આંખે જોઈ શકતી ન હોવાથી આરોપીને પકડી પાડવો પડકારરૂપ હતું. છતાં પોલીસે 3 અલગ અલગ ટીમ બનાવી હતી. સરખેજથી લઈને બાવલા સુધીના અનેક રિક્ષા ડ્રાઈવરોની પૂછતાછ કરી હતી. જેમાં અમુક શંકાસ્પદ લોકોને પકડયા હતા. બાદમાં પોલીસે તમામ શંકાસ્પદ લોકો સામે મહિલાની વાત કરાવી હતી. મુખ્ય આરોપીનો અવાજ સાંભળીને દિવ્યાંગ મહિલાએ તેને ઓળખી લીધો હતો. પૂછતાછ બાદ આરોપી રિક્ષા ડ્રાઈવરે પોતાનો ગુનો કબૂલ્યો હતો.