News Continuous Bureau | Mumbai
શિવસેના (Shivsena) પ્રમુખ ઉદ્ધવ ઠાકરે(Uddhav Thackeray), જેઓ તેમના પિતા બાલ ઠાકરે(Bal Thackeray) દ્વારા સ્થાપિત પાર્ટીને કબજે કરવા માટે સંઘર્ષ કરી રહ્યા છે, દરમિયાન તેમને કમ્યુનિસ્ટ પાર્ટી ઓફ ઈન્ડિયા (CPI) અને મહાત્મા ગાંધીના પ્રપૌત્ર તુષાર ગાંધી(Tushar Gandhi)નો ટેકો મળ્યો છે.
Mahatma Gandhi's great-grand son Tushar Gandhi & his associates at Matoshree to meet Uddhav Thackeray. Uddhav Thackeray was invited to be part of save the constitution, save the democracy campaign in India. @NewIndianXpress @TheMornStandard pic.twitter.com/NmBP3eVvek
— Sudhir Suryawanshi (@ss_suryawanshi) October 12, 2022
મીડિયામાં પ્રસારિત અહેવાલો મુજબ 'નફરત છોડો, સંવિધાન બચાવો' અભિયાનના નેતાઓ તુષાર ગાંધી(Tushar Gandhi) અને ફિરોઝ મીઠબોરવાલા મુંબઈ(Mumbai)માં બાંદ્રામાં ઉદ્ધવ ઠાકરેને તેમના ખાનગી નિવાસસ્થાન 'માતોશ્રી' ખાતે મળ્યા હતા. તુષાર ગાંધીએ એક નિવેદનમાં કહ્યું કે લોકશાહી અને આપણા દેશને બચાવવાનો અમારો સામૂહિક પ્રયાસ ચાલી રહ્યો છે. અમે શિવસેનાને પણ અપીલ કરી છે કે અભિયાનમાં ભાગ લે.
આ સમાચાર પણ વાંચો : શું તમારું આધાર કાર્ડ 10 વર્ષ જૂનું છે- અપડેટ કરવું પડશે-UIDAIએ જારી કરી નોટિસ- જાણો કેવી રીતે કરશો
દરમિયાન સીપીઆઈના નેતાઓ પ્રકાશ રેડ્ડી, મિલિંદ રાનડે અને અન્ય લોકોએ પણ ઠાકરે સાથે મુલાકાત કરી હતી અને 3 નવેમ્બરે યોજાનારી અંધેરી પૂર્વ વિધાનસભા બેઠકની પેટાચૂંટણી માટે શિવસેનાના ઠાકરે જૂથને સમર્થન આપવાનું વચન આપ્યું હતું.
ઉલ્લેખનીય છે કે કોંગ્રેસ(Congress) અને રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી (NCP) ઠાકરે જૂથને ટેકો આપવાની જાહેરાત કરી ચૂક્યા છે. ઠાકરે કોંગ્રેસ અને એનસીપીના સમર્થન સાથે મહા વિકાસ અઘાડી સરકાર(MVA Govt)નું નેતૃત્વ કરી રહ્યા હતા, જે વર્તમાન મુખ્ય પ્રધાન એકનાથ શિંદે(Eknath Shinde)ની આગેવાની હેઠળ શિવસેનાના ધારાસભ્યો(MLAs)ના બળવાને પગલે જૂનમાં પડી ભાંગી હતી. આવી સ્થિતિમાં સીપીઆઈ દ્વારા આપવામાં આવેલ સમર્થન મહત્વનું છે કારણ કે તે ઘણા વર્ષોથી શિવસેનાની રાજકીય દુશ્મન હતી.