ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ. 2 ડિસેમ્બર 2021
ગુરુવાર.
જમ્મુ કાશમીરમાં કલમ 370ને રાતો રાત હટાવી દેવાન કેન્દ્ર સરકારના નિર્ણયને બે વર્ષ પૂરા થવાના અવસરે ગુજરાતમાં આ નામ પર ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવી રહ્યું છે. આ ટુર્નામેન્ટ કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહની ગાંધીનગર લોકસભાના વિસ્તારમાં યોજવામાં આવવાની છે.
ભાજપના ગાંધીનગર લોકસભા ક્ષેત્રના પ્રભારી હર્ષદ પટેલે એક મીડિયા હાઉસને જણાવ્યા મુજબ ભાજપ વધુને વધુ યુવા મતદારોને પોતાની તરફ આકર્ષિત કરવા માંગે છે. એટલે કલમ 370ના નામ પર ટૂર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું છે. જેનું આયોજન ડિસેમ્બરમાં થશે.
જીએલપીએલ370નો મતલબ ગાંધીનગર લોકસભા પ્રીમિયર લીગ 370 હોવાનો દાવો કરતા હર્ષદ પટેલે કહ્યું હતું કે આ ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરવાનો આઈડીયા ખુદ ગૃહ પ્રધાન અમિત શાહનો છે. તેમણે પાર્ટીના સભ્યો સાથે ચર્ચા કરી હતી. ત્યારબાદ નિર્ણય લેવાયો છે.
અહીં ઉલ્લેખનીય છે કે 2019માં જમ્મુ-કાશ્મીરનો સ્વતંત્ર રાજ્યનો દરજ્જો આપતી સંવિધાનની કલમ 370ને કેન્દ્ર સરકારે હટાવી દીધી હતી, તેને લઈને દેશમાં જ નહીં પણ આંતરરાષ્ટ્રીય સ્તરે પણ ભારે વિવાદ થયો હતો.