ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ. 6 ડિસેમ્બર 2021
સોમવાર
વધુ પૈસા કમાવવાની ઘેલ્છામાં લોકો ગુનાહિત પ્રવૃતિઓ તરફ વળી રહ્યા છે જેના કારણે તેમનું જીવન જેલ માં વ્યતીત પણ કરવું પડે તેવી મોટી મુશ્કેલીઓને નોતરે છે. તેવો જ એક કિસ્સો દાહોદ જિલ્લાના દેવગઢ બારીયા તાલુકામાંથી સામે આવ્યો છે, સાલીયા ગામેથી દાહોદ એસ.ઓ.જી. પોલીસને મળેલી બાતમીના આધારે દરોડો પાડયો હતો. જેમા ત્રણ ખેતરોમાંથી ઉગાડેલા લીલા ગાંજાના છોડ નંગ. 1875 કિંમત રૂ. 1 કરોડ 14 લાખ 3 હજાર 400ના જથ્થા સાથે બે ખેતર માલિકોને ઝડપી પાડ્યાં હતા. એકાદ બે માસ અગાઉ જિલ્લાના અન્ય તાલુકાના ગ્રામ્ય વિસ્તારમાંથી કરોડોની કિંમતના ગાંજાના છોડના વાવેતર ઝડપી પાડવામાં આવ્યું હતુ. દેવગઢ બારીયા તાલુકાના સાલીયા ગામે કરોધ ફળિયામાં રહેતાં નરસિંહ ફતાભાઈ પટેલ તથા ગણપત સરતનભાઈ બારીયાના ત્રણ ખેતરોમાં લીલા ગાંજાનું વાવેતર કર્યું હોવાની દાહોદ એસ.ઓ.જી. પોલીસને બાતમી મળી હતી. બાતમીના આધારે ગતરોજ ઓચિંતો ઉપરોક્ત બંન્ને ઈસમોના ખેતરોમાં છાપો માર્યો હતો. જેમાં પોલીસે ત્રણેય ખેતરોમાં ઉગાડેલ લીલા ગાંજાના છોડ નંગય. 1875 વજન 1140 કિલો 340 ગ્રામ. જેની કિંમત રૂ. 1 કરોડ 14 લાખ 3 હજાર 400નો જથ્થો કબ્જે લીધો હતો. સાથે બંને ખેતર માલિકોને ઝડપી લીધા હતાં. ત્યારે ફરીવાર ગાંજાના ખેતી ઝડપાતાં દાહોદ જિલ્લામાં ચકચાર મચી જવા પામી છે. ખેતરોમાં તુવેરના પાક સાથે ગાંજાનું વાવેતર કરવામાં આવ્યું હતું. પોલીસે બે સરકારી પંચોને સાથે રાખી ગાંજાના છોડ કબજે કર્યાં હતાં. સાથે સાથે એફ.એસ.એલ.ના અધિકારીઓને પણ બોલાવી ઉપરોક્ત ત્રણેય ખેતરોમાં મળી આવેલા ગાંજાના છોડના પરિક્ષણ કરતાં તમામ છોડ લીલા ગાંજા હોવાનું જણાઈ આવ્યું હતું. પોલીસે ગાંજાના છોડ કબજે લઈ ઉપરોક્ત બંન્ને ઈસમો વિરૂદ્ધ પીપલોદ પોલીસ મથકે ફરિયાદ નોંધાવતાં પોલીસે ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
લો બોલો! મુખ્ય મંત્રીની એક ટકોરને કારણે થાણે-બોરીવલી અન્ડરગ્રાઉન્ડ ટનલનું કામ અટવાઈ ગયું, જાણો વિગત