ન્યુઝ કન્ટીન્યુઝ બ્યુરો
મુંબઈ
05 ડિસેમ્બર 2020
ઝારખંડના સિંઘભૂમ જિલ્લાના રાયપહરી ગામમાં મનરેગા હેઠળ રોજિંદા 198 રૂપિયા કમાતા લાડુન મુર્મુને જ્યારે 3.5 કરોડ રૂપિયાની જીએસટી નોટિસ મળી ત્યારે તે ચોંકી ગયો. હકીકતમાં, પોલીસની એક ટીમ લાડુનના ઘરે, જીએસટી ચોરીના આરોપસર તેની ધરપકડ કરવા માટે પહોંચી હતી. લાડુનની અવસ્થા જોયા બાદ તપાસ શરૂ કરવામાં આવી તો GST ને લઈ એક મોટું કૌભાંડ બહાર આવ્યું હતું.
પોલીસ ટીમને એ જોઈને આશ્ચર્ય થયું કે જે વ્યક્તિને કરોડોની કરચોરીના આરોપમાં ધરપકડ કરવા આવી છે, તે પોતે ખૂબ જ સામાન્ય જીવન જીવી રહી છે. હકીકતમાં, સત્તાવાર રેકોર્ડમાં, 48 વર્ષીય લાડુન મુર્મુને એમએસ સ્ટીલના ડિરેક્ટર તરીકે નામ આપવામાં આવ્યું હતું અને તેના પર 5.58 કરોડના ટ્રાન્ઝેક્શનમાં 3.5 કરોડની જીએસટી ચોરી કરવાનો આરોપ મૂક્યો હતો.
હવે આ જ કેસમાં ઝારખંડ રાજ્યના જીએસટી વિભાગ દ્વારા એફઆઈઆર દાખલ કરવામાં આવી છે. અને, વધુ તપાસ હાથ ધરી છે. આ તપાસમાં બહાર આવ્યું છે કે કોઈએ તેના પાનકાર્ડ અને આધારકાર્ડનો ઉપયોગ કરીને બનાવટી કંપની બનાવી છે. હવે આ કેસની તપાસ વિશેષ ટીમને સોંપવામાં આવી છે. જોકે આ કૌભાંડમાં હાજી સુધી કોઈની ધરપકડ થઈ નથી..
