ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, 21 સપ્ટેમ્બર, 2021
મંગળવાર
કોરોનાની બીજી લહેર ઓસરી ગયા બાદ જનજીવન સામાન્ય થઈ રહયું છે. એવામાં મહારાષ્ટ્રમાં ફેલાતો કોરોનાનો નવો વેરિયંટ ત્રીજી લહેરનું સંકટ લાવી શકે છે. રાજ્ય સરકાર સાથે જોડાયેલા વૈજ્ઞાનિકોએ આ વેરિયંટ અંગે કેટલાક અનુમાનો કરીને સરકારને સાવચેત કરી છે.
વૈજ્ઞાનિકોએ કેન્દ્ર સરકાર સમક્ષ રજૂ કરેલી એક રિપોર્ટ મુજબ ભારતમાં ઘણી જગ્યાએ ડેલ્ટા-4 વેરિયન્ટ ઝડપથી ફેલાઈ રહ્યો છે. ડેલ્ટા અને ડેલ્ટા સંબંધિત મ્યુટેશન સતત થઈ રહ્યા છે. તેમાંથી સૌથી વધુ નમૂનાઓ ડેલ્ટા 4ના મળ્યા છે. આ વેરિયન્ટ મહારાષ્ટ્ર અને કેરળમાં ઝડપથી ફેલાઈ રહ્યું છે.
ચારધામ યાત્રાને પ્રોત્સાહન આપવા સરકાર ચલાવી રહી છે વિશેષ ટ્રેન. જાણો વિગત.
ભારતમાં અત્યાર સુધી ડેલ્ટાએ 25 વખત રૂપ બદલ્યું છે. જેમાં ડેલ્ટા-4 આ ખતરનાક વેરિયન્ટને લીધે એકવાર જેને કોરોના થયો હોય તેને બીજીવાર પણ લાગુ પડી શકે છે. એટલું જ નહિ વેકસીન લીધા બાદ પણ તેનું સંક્રમણ થઈ શકે છે.