News Continuous Bureau | Mumbai
Dawood Ibrahim : મોસ્ટ વોન્ટેન્ડ આતંકવાદી ( Terrorist ) દાઉદ ઈબ્રાહિમ ( Dawood Ibrahim ) ની મુંબઈ ( Mumbai ) અને રત્નાગીરી ( Ratnagiri ) માં મિલકતોની ( properties ) હરાજી ( Auction ) 5 જાન્યુઆરી, 2024ના રોજ થવાની છે. રત્નાગીરીના ઘેડ તાલુકામાં એક બંગલો અને કેરીના બગીચા સહિત ચાર મિલકતોને દાણચોરો અને ફોરેન એક્સચેન્જ મેનીપ્યુલેશન એક્ટ ( SAFEMA ) હેઠળ જપ્ત કરવામાં આવી છે.
સરકારે અગાઉ દાઉદ ઈબ્રાહિમના પરિવારની અનેક મિલકતોની ઓળખ કરી અને તેની હરાજી કરી છે, જેમાં ₹4.53 કરોડમાં વેચાયેલી એક રેસ્ટોરન્ટ, ₹3.53 કરોડમાં વેચાયેલા છ ફ્લેટ અને ₹3.52 કરોડમાં વેચાયેલા ગેસ્ટ હાઉસનો પણ સમાવેશ થાય છે.
આ પહેલા પણ ઘણી મિલકતોમાં થઈ હતી હરાજી…
ડિસેમ્બર 2020 માં, રત્નાગીરીમાં દાઉદ ઈબ્રાહિમની મિલકત, જેમાં બે પ્લોટ અને એક બંધ પેટ્રોલ પંપનો પણ સમાવેશ થાય છે, તેની ₹1.10 કરોડમાં હરાજી કરવામાં આવી હતી. આ મિલકતો ઘેડ તાલુકાના લોટે ગામમાં દાઉદની સ્વર્ગસ્થ બહેન હસીના પારકરના નામે નોંધાયેલી હતી.
આ સમાચાર પણ વાંચો : Mumbai Pollution: મુંબઈમાં ઠંડી નહીં… વાદળછાયું આકાશ અને પ્રદુષણના કારણે વાતાવરણ બન્યું ધુમ્મસિયું .. જાણો અહીં ક્યો વિસ્તાર છે વધુ પ્રદુષિત..
નાગપાડામાં 600 ચોરસ ફૂટના ફ્લેટની એપ્રિલ 2019માં ₹1.80 કરોડમાં હરાજી કરવામાં આવી હતી. 2018 માં, SAFEMA અધિકારીઓએ પાકમોડિયા સ્ટ્રીટમાં દાઉદની મિલકતની ₹79.43 લાખની અનામત કિંમતે હરાજી કરી હતી, જે સૈફી બુરહાની અપલિફ્ટમેન્ટ ટ્રસ્ટ (SBUT) દ્વારા ₹3.51 કરોડમાં ખરીદી હતી.