ન્યૂઝ કન્ટીન્યુઝ બ્યૂરો
નવી દિલ્હી
15 જુન 2020
સંરક્ષણ પ્રધાન રાજનાથસિંહે પીઓકે વિશે મોટું નિવેદન આપ્યું છે, તેમણે કહ્યું છે કે 'રાહ જુઓ, એક દિવસ એવો સમય આવશે કે પીઓકેના લોકો પણ કહેશે કે તેઓ ભારત સાથે જોડાવા માંગે છે' વીડિયો કોન્ફરન્સ દ્વારા સંરક્ષણ પ્રધાન રાજનાથ સિંહ જમ્મુની જાહેર રેલીને સંબોધન કરતી વખતે આ વાત કહી છે.
તેમણે કહ્યું કે, આગામી પાંચ વર્ષમાં જમ્મુ-કાશ્મીરનું ચિત્ર એટલું બદલાશે કે પી.ઓ.કે. તરફથી જ માંગ કરવામાં આવશે કે અમે ભારત સાથે રહેવા માગીએ છીએ, પાકિસ્તાન સાથે રહેવા નથી માંગીએ.
વધુમાં તેમણે કહ્યું કે હવે હવામાન બદલાયું છે, ભારતીય ચેનલો મુઝફ્ફરાબાદ-ગિલગિટ હવામાન નો ઉલ્લેખ કરી રહી છે,
સંરક્ષણ પ્રધાન રાજનાથે કહ્યું કે "અગાઉ કાશ્મીરમાં આઝાદીના નારા લગાવવામાં આવતા હતા અને પાકિસ્તાન અને આઈએસઆઈએસના ધ્વજ દેખાતા હતા, પરંતુ હવે માત્ર ભારતનો ત્રિરંગો આનંદથી લહેરાય છે"…..