News Continuous Bureau | Mumbai
હરિયાણાના(Haryana) પૂર્વ મુખ્યમંત્રી(EX-CM) ઓમ પ્રકાશ ચૌટાલાને(Om Prakash Chautala) મોટો ઝટકો લાગ્યો છે.
દિલ્હીની(Delhi) રાઉઝ એવન્યુ કોર્ટે(Rouse Avenue Court) આવક કરતા વધારે સંપત્તિ કેસમાં(excess property case) હરિયાણાના પૂર્વ મુખ્યમંત્રી ઓમ પ્રકાશ ચૌટાલાને દોષી ઠેરવ્યાં છે.
દોષી ઠેરવ્યા બાદ કોર્ટે હવે 26મી મેના રોજ તેમને સજાની જાહેરાત કરશે.
આ પહેલા 19 મેના રોજ રાઉજ એવન્યુ કોર્ટે આવકથી વધુ સંપત્તિના મામલામાં પોતાનો ચુકાદો સુરક્ષિત રાખ્યો હતો.
આ કેસમાં સીબીઆઇએ(CBI) 26 માર્ચ, 2010ના રોજ ચૌટાલા સામે ચાર્જશીટ દાખલ કરી હતી અને 1993થી 2006ની વચ્ચે તેમની કાયદેસરની આવક કરતા 6.09 કરોડ રૂપિયાની સંપત્તિ એકઠી કરવા માટે તેમને જવાબદાર ઠેરવ્યા હતા.
સમાચાર પણ વાંચો : સાવચેત રહેજો, ધીમા પગલે વધતો ઓમિક્રોનના સબ-વેરિઅન્ટ BA.4 નો દેશમાં બીજો કેસ આ રાજ્યમાં આવ્યો સામે, સ્વાસ્થ્ય મંત્રીએ કરી પૃષ્ટિ..