ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ. 11 ડિસેમ્બર 2021
શનિવાર.
દિલ્હી જગપ્રસિદ્ધ કુતુબ મિનારમાં હિંદુ અને જૈન દેવતાઓની મૂર્તિના અભિષેક અને પૂજા કરવા માટે મંજૂરી માગતી એક અરજી દિલ્હીની કોર્ટમાં દાખલ કરવામાં આવી હતી. કોર્ટે જોકે આ અરજીને ફગાવી દીધી છે. હિંદુ અને જૈન ધર્મના લોકોને કુતુબ મિનારમાં મૂર્તિની પૂજા કરવાનો અધિકાર આપો એવી અરજી એક એડવોકેટે દિલ્હીની કોર્ટમાં કરી હતી. કેન્દ્ર સરકારને એક ટ્રસ્ટ બનાવવા માટે અને કુતુબ પરિસરમાં રહેલા મંદિરને તેને સોંપવા માટે ટ્રસ્ટ કાયદા 1882 મુજબ યોગ્ય આદેશ આપવાની વિનંતી પણ કરવામાં આવી હતી.
આ અરજી મુજબ મોહમ્મદ ધોરીના સૈન્યના સેનાપતિ કુતુબુદ્દીન એબકને 27 મંદિર અડધા તોડી પાડયા હતા અને તેમાની સામગ્રી ફરી વાપરીને પરિસરમાં કુવ્વત-ઉલ-ઈસ્લામ મસ્જિદ બાંધી હતી.
અરજીમાં એમ પણ કહેવામાં આવ્યું હતું કે 27 મંદિરના મુખ્ય દેવતા, જ્યોત પ્રમુખ દેવતા તીર્થંકર ભગવાન ઋષભદેવ અને પ્રમુખ દેવતા ભગવાન વિષ્ણુ, ભગવાન ગણેશ, ભગવાન શિવ, દેવી ગૌરી, ભગવાન સૂર્ય, ભગવાન હનુમાનનો તેમા સમાવેશ થાય છે. તેથી તે પરિસરમાં પ્રતિષ્ઠાપના અને પૂજા કરવાનો અધિકાર છે.
જોકે કોર્ટે ભૂતકાળની ભૂલનો આધાર માનીને વર્તમાન અને ભવિષ્યની શાંતતા બગાડો નહીં એવું કહીને આ અરજીને ફગાવી દીધી હતી.