Delhi Metro : દિલ્હી મેટ્રોમાં કપલે કર્યું આવું કામ, મુસાફરોએ ફેરવી લીધી નજર,જુઓ વીડિયો..

Delhi Metro : દિલ્હી મેટ્રોમાં દરરોજ અવનવા વીડિયો વાયરલ થતા રહે છે. હાલમાં જ એક કપલનો વીડિયો વાયરલ થઈ રહ્યો છે. વીડિયો જોઈને સોશિયલ મીડિયા પર લોકોમાં ગુસ્સો ફાટી નીકળ્યો છે. લોકોએ આ કપલની હરકતને અત્યંત શરમજનક ગણાવી છે અને ડીએમઆરસી પાસે કાર્યવાહીની માંગ કરી છે. વીડિયો જુઓ

by Hiral Meria
Delhi Metro Video of disgusting act onboard Delhi metro train goes viral

News Continuous Bureau | Mumbai 

Delhi Metro : આ દિવસોમાં, ‘દિલ્હી મેટ્રો’ તેની સેવાને બદલે કેટલાક મુસાફરોની ( passengers ) વિચિત્ર હરકતો માટે સોશિયલ મીડિયા પર વધુ ચર્ચામાં છે. રોમાન્સથી લઈને ડાન્સ, ઝઘડા અને કોણ જાણે બીજું શું મેટ્રોમાં જોઈ શકાય છે. પરંતુ આ દિવસોમાં એક કપલે ( Couple ) મેટ્રોમાં એવું કારનામું કર્યું કે લોકોના આંખ આડા કાન થઈ ગયા.

જુઓ વીડિયો

યુવતીએ યુવકના મોઢામાં કર્યા કોગળા

હવે આ કપલનો વીડિયો વિવિધ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર મોટા પ્રમાણમાં શેર કરવામાં આવી રહ્યો છે, જેને જોયા બાદ લોકો આ કપલની ટીકા કરી રહ્યા છે. કારણ કે ડાન્સ, સિંગિંગ અને રોમાન્સ કર્યા પછી કોઈએ વિચાર્યું પણ નહીં હોય કે મેટ્રોમાં કોઈ આવું કામ કરશે. આ વીડિયોને એક યુઝર્સ દ્વારા માઇક્રોબ્લોગિંગ સાઇટ X પર પોસ્ટ કરવામાં આવ્યો છે.

વાયરલ વીડિયોમાં ( Viral Video ) જોઈ શકાય છે કે યુવતી મેટ્રો કોચની ( Metro Coach ) સીટ પર બેઠી છે જ્યારે યુવક તેની સામે ફ્લોર પર બેઠો છે. તે પીણું ખોલે છે અને છોકરીના મોંમાં રેડે છે. આ પછી એક વિચિત્ર રમત શરૂ થાય છે. હા, યુવતી પીણું ગળતી નથી પરંતુ તેના મોં વડે યુવકના મોંમાં થૂંકે છે. આ પછી છોકરો પીણું છોકરીના મોંમાં નાખે છે. આ પ્રક્રિયા થોડો સમય ચાલુ રહે છે અને અંતે છોકરો પીણું ગળી જાય છે.

આ સમાચાર પણ વાંચો :  Olympic : ઓલિમ્પિકમાં જામશે બેટ અને બોલનો જંગ, 2028ની ગેમ્સમાં ક્રિકેટને સામેલ કરવાની થઈ શકે છે જાહેરાત..

કપલ સામે કડક કાર્યવાહીની માંગ

આ કૃત્ય જોઈને મેટ્રો કોચમાં બેઠેલા મુસાફરો મોં ફેરવી લે છે. પરંતુ રોમાન્સનું આ વિચિત્ર કૃત્ય સોશિયલ મીડિયા યુઝર્સને બિલકુલ ખુશ નહોતું કર્યું અને તેથી જ લોકોએ કપલ સામે કડક કાર્યવાહીની માંગ કરી છે. દરમિયાન વીડિયોને લઈને DMRCએ મુસાફરોને અપીલ કરી છે કે જો તેમની નજીક આવી કોઈ ઘટના બને તો તેઓ તાત્કાલિક મેટ્રોનો સંપર્ક કરે, આવા લોકો સામે તાત્કાલિક કાર્યવાહી કરવામાં આવશે.

Join Our WhatsApp Community

You may also like