News Continuous Bureau | Mumbai
નમાજ(Namaz) પઢવા માટે પણ આપવા પડશે રૂપિયા તો મુસ્લીમોએ ત્યાં જવાનું જ ટાળી દીધું. આવું બીજે ક્યાંય નહિ પણ દેશની રાજધાની દિલ્હી(Delhi)માં જ જોવા મળ્યું છે.
મીડિયામાં પ્રકાશિત અહેવાલો મુજબ, રાજધાની દિલ્હીના(Delhi) ફિરોજશાહ(FirozShah) કોટલા(Kotla)માં નમાજ પઢનારાઓને હવે ૨૫ રૂપિયા આપવા પડશે ત્યારે તે અંદર જઇને નમાજ પઢી શકશે. આ પહેલાં કોટલા(Kotla)માં બનેલી મસ્જિદમાં નમાજ પઢવા માટે ટિકિટ (tickit)લેવાની જરૂર ન હતી. પહેલાં ત્યાં ફક્ત ફરનારા લોકો માટે જ ટિકિટ (tickit)લાગતી હતી.
મુસ્લિમ ધર્મના લોકો દર શુક્રવારે જુમ્માની નમાજ પઢવા માટે ખૂબ મોટી સંખ્યામાં આવે છે પરંતુ જ્યારથી નમાજ પઢનારાઓને પણ ટિકિટ (tickit)લેવાનું ફરમાન આવ્યું છે, ત્યારથી નમાજ પઢનારાઓની સંખ્યામાં પણ ખૂબ ઘટાડો આવ્યો છે. જોકે આ નિર્ણય આર્કિયોલોજિકલ સર્વે ઓફ ઇન્ડીયા(ASI)એ એટલા માટે લીધો છે, કારણ કે કોટલા એક ઐતિહાસિક ઇમારત છે અને તેની દેખરેખની જવાબદારી પણ તેની પાસે છે.
આ સમાચાર પણ વાંચો : તમારો મોબાઈલ બેસ્ટની બસમાં ખોવાઈ ગયો છે? તો અહીં તપાસ કરજો.. જાણો વિગતે
આ પહેલાં ઘણી મોટી સંખ્યામાં લોકો આવતા અને ઘણીવાર ભીડના લીધે મુશ્કેલીઓનો સામનો કરવો પડતો હતો. આ ઉપરાંત આ નિર્ણય એટલા માટે પણ લેવામાં આવ્યો છે કારણ કે લોકોનું કહેવું હતું કે જ્યારે સામાન્ય પર્યટક અહીં પૈસા આપીને આવે છે તો ફક્ત નમાજ પઢનારાઓને તેમાંથી છૂટ કેમ આપવામાં આવે. જો તે નમાજ પઢવા માંગે છે તો ટિકિટ લઇને આવે અને નમાજ પઢીને જાય. જોકે કોટલામાં નમાજ પઢનારા મુસ્લિમ સમુદાયના લોકો આ નિર્ણયથી નારાજ છે.
નમાજ પઢવા આવેલા મોહંમદ ઉમરે જણાવ્યું છે કે તે ગત વર્ષથી અહીં નમાજ પઢવા આવી રહ્યા છે અને અત્યારથી પહેલાં ટિકિટ લાગતી ન હતી. પરંતુ હવે ટિકિટ લાગતાં આ નવા નિર્ણયથી તેમને સમસ્યા થશે. આ સમસ્યા તે લોકોને પણ થશે જે ખૂબ ગરીબ છે. જોકે ASIએ કોઇને નમાજ પઢવા પર પ્રતિબંધ લગાવ્યો નથી અને લોકો ટિકિટ લઇને નમાજ પઢવા પણ આવી રહ્યા છે. પરંતુ ૨૫ રૂપિયા ટિકિટ શરૂ કરી તે પહેલાંની સંખ્યામાં ખૂબ ઓછા લોકો પહોંચ્યા અને નિર્ણય ફક્ત એટલા માટે લેવામાં આવ્યો છે, જેથી કોઇપણ પ્રકારનો ભેદભાવ ન રહે.
આ સમાચાર પણ વાંચો : મહારાષ્ટ્ર લાઉડસ્પીકર વિવાદ: હવે મનસેએ લખ્યો ગૃહમંત્રી અમિત શાહને પત્ર, કરી આ માંગ.. જાણો વિગતે