News Continuous Bureau | Mumbai
ગુજરાતના દાહોદ જિલ્લા(Gujarat Dahod Disctrict)ના મંગલ મહુડી રેલ્વે સ્ટેશન(Mangal Mahudi Railway Station) રવિવાર મોડી રાતે લગભગ 1:00 વાગ્યે એક માલગાડી પાટા(goods train derailed) પરથી ઉતરી ગઈ હતી. આ કારણે દિલ્હી-મુંબઈ રેલ(Delhi Mumbai Train transaction) વ્યવહાર સંપૂર્ણપણે ખોરવાઈ ગયો છે. અનેક ટ્રેનો(train cancle) રદ થઈ છે. આ અકસ્માત અંગે ચોક્કસ કારણ જાણી શકાયું નથી. રતલામ રેલ મંડળમાં બે દિવસમાં આ બીજો મોટો ભીષણ રેલ અકસ્માત છે.
મળતી માહિતી પ્રમાણે, આ દરમિયાન લગભગ રવિવાર મોડી રાતના 1:00 વાગ્યાની આસપાસ મંગલ મહુડી અને લિમખેડા સ્ટેશનની વચ્ચેથી પસાર થઈ રહેલી આ માલગાડી રતલામથી મુંબઈ તરફ જઈ રહી હતી ત્યારે દાહોદ(Dahod) પાસે પાટા પરથી ઉતરી ગઈ હતી. 58 ડબ્બાની માલગાડી(goods train)ના પાછળથી 17થી 18 ડબ્બા છૂટા પડી ગયા હતા. ડબ્બાના વ્હીલ નીકળીને ટ્રેકની આજુબાજુમાં પડ્યા હતા. આ સિવાય રેલવેના ડબ્બા એકબીજા ઉપર ચડી ગયા હતા. ડબ્બાઓમાં રહેલો સામાન આસપાસ ઢોળાયો હતો. સાથે જ રેલવે લાઈનના કેબલને ભારે નુકસાન પહોંચ્યું છે. અકસ્માતને પગલે કેબલ તૂટી ગયો હતો. રેલવેનો ટ્રેક પણ ઉખડી ગયો હતો.
આ સમાચાર પણ વાંચો : સતત બગડતા સમીકરણો વચ્ચે વિપક્ષ માટે સારા સમાચાર-આ પાર્ટીએ યશવંત સિન્હાના સમર્થનનું કર્યું એલાન
અહેવાલ અનુસાર, દાહોદના મંગલ મહુડી રેલવે સ્ટેશન(Mangal Mahudi Railway Station) નજીક એક માલગાડી પાટા પરથી ઉતરી જવાને કારણે અનેક જગ્યાએ રેલ વ્યવહાર ખોરવાઈ ગયો છે. આ કારણે રેલવેએ ઘણી ટ્રેનોના રૂટ ડાયવર્ટ કરી દીધા છે, જેમાં અમદાવાદ, પાલનપુર, અજમેર અને ચિત્તોડગઢ રૂટથી ટ્રેનો દોડાવામં આવી રહી છે.
પશ્ચિમ રેલવે(Western railway)ના ડીઆરએમ મુંબઈ સેન્ટ્રલે એક ટ્વિટમાં જણાવ્યું છે કે,રતલામ ડિવિઝન ખાતે એક માલગાડી પાટા પરથી ઉતરી જવાને કારણે અનેક ટ્રેનો ડાયવર્ટ રૂટ(Route divert) પર દોડશે.
મળેલ માહિતી મુજબ દિલ્હીથી મુંબઈ રૂટની 20થી વધુ ટ્રેનો પ્રભાવિત થઈ છે, તેમાં મુંબઈથી છૂટનારી 12953 મુંબઈ સેન્ટ્રલ-નિઝામુદ્દી એ.કે.રાજધાની એક્સપ્રેસ, 12925 બાંદ્રા ટર્મિનસ-અમૃતસર પશ્ચિમ એક્સપ્રેસ, 19819 વડોદરા-કોટા એક્સપ્રેસ, 09317 વડોદરા-દાહોદ મેમુ ટ્રેનનો સમાવેશ થાય છે.