News Continuous Bureau | Mumbai
હાલ દેશમા જ્ઞાનવાપી મસ્જિદની(Gyanvapi Masjid) સાથે જ અનેક મંદિર-મસ્જિદનો વિવાદ ચાલી રહ્યો છે ત્યારે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (RSS)ના વડા મોહન ભાગવતે(Mohan Bhagwat) ગુરુવારે RSSના ત્રીજા વર્ષના સંઘ શિક્ષા વર્ગના(Union Education Class) સમાપન સમારોહમાં મહત્વનું નિવેદન આપ્યું હતું, તેને કારણે હિંદુસંઘટનોનો આશ્ચર્યમા મુકાઈ ગયા છે. જોકે આ પહેલી વખત નથી જ્યારે મોહન ભાગવને આવી વાત કરી હોય.
ગુરુવારના સમાપન સમારોહમાં તેમણે કહ્યું હતું કે જ્ઞાનવાપીનો એક ઇતિહાસ છે જેને આપણે બદલી શકતા નથી. આજના હિંદુ અને મુસલમાનોએ તે બનાવ્યું નથી. રોજ મસ્જિદમાં શિવલિંગ(Shivling) કેમ જુઓ? લડાઈ શા માટે વધારવી? તે પણ એક ઉપાસના છે જે તેણે અપનાવી છે. તેઓ અહીંના મુસ્લિમ છે. ભારત કોઈ એક પૂજા અને એક ભાષામાં માનતો નથી કારણ કે આપણે સર્વસામાન્ય પૂર્વજોના વંશજ છીએ.
RSSના વડા મોહન ભાગવતે નાગપુરમાં(nagpur) કહ્યું હતું કે જ્યારે ઇસ્લામ(Islam) આક્રમણકારો ભારતમાં આવ્યો, ત્યારે ભારતની આઝાદી(Independence of India) ઇચ્છતા લોકોના મનોબળને નીચું કરવા હજારો દેવસ્થાનોને તોડી પાડવામાં આવ્યા હતા. હિંદુઓ મુસ્લિમો વિરુદ્ધ નથી વિચારતા પરંતુ તોડી પાડવામાં આવેલા દેવસ્થાનોને પુનર્જીવિત કરવામાં આવે તેવું માને છે. અમે 9 નવેમ્બરે જ કહ્યું હતું કે અમે રામ મંદિર(Ram temple) પછી કોઈ આંદોલન કરીશું નહીં. પરંતુ જો આવું કંઈક છે, તો પછી સાથે મળીને મુદ્દાને ઉકેલો."
આ સમાચાર પણ વાંચો : ઔરંગાબાદ હવે આ જિલ્લાનું નામ બદલવાની ઉઠી માંગ ભાજપ ધારાસભ્યએ મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેને પત્ર લખી કરી વિનંતી- જાણો વિગતે
RSSના પ્રમુખ મોહન ભાગવતે વધુમાં કહ્યું છે કે ભારતમાતાને વિશ્વમાં વિજયી બનાવવી હોય તો બધાને જોડાવાના છે, તોડવાના નથી. તેમણે નાગપુરના સમારોહમાં એવું પણ કહ્યું હતું કે, "અમે કોઈને જીતવા માંગતા નથી પરંતુ દુનિયામાં એવા દુષ્ટ લોકો છે જેઓ આપણને જીતવા માંગે છે." આપસમાં લડાઈ ન થવી જોઈએ. એકબીજા માટે પ્રેમની જરૂર છે. વિવિધતાને અલગતા તરીકે જોવી જોઈએ નહીં. આપણે એકબીજાના દુઃખમાં સહભાગી થવું જોઈએ. વિવિધતા એ એકતા નો શણગાર છે, અલગતા નથી.