ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ,3 જાન્યુઆરી 2022
સોમવાર.
મુંબઈ સહિત મહારાષ્ટ્રમાં કોરોનાની ત્રીજી લહેરના એંધાણ છે. દરરોજ મોટી સંખ્યામાં કેસમાં વધારો થઈ રહ્યો છે. ત્યારે સરકારને નાગરિકો કરતા નાગરિકોના પ્રતિનિધિઓને કોરોનાનો થાય નહીં તેનો ભય વધુ સતાવી રહ્યો છે. તેથી સોમવારે તાત્કાલિક ધોરણે સર્કયુલર બહાર પાડીને મહાનગરપાલિકાની તમામ સભાઓ, બેઠકો પ્રત્યક્ષ લેવાને બદલે ઓનલાઇન કરવાનો આદેશ આપ્યો છે.
કોરોનાના કેસ સતત વધી રહ્યા છે ત્યારે મુંબઈની સ્કૂલને લઈને હજી સુધી પ્રશાસન નિર્ણય લઈ શકી નથી. જોકે તે પહેલા જ મહારાષ્ટ્ર સરકારે રાજ્યની તમામ મહાનગરપાલિકાની તમામ વૈધાનિક સભા, બેઠકો ઓફલાઈનને બદલે ઓનલાઇન, વિડિયો કોન્ફરન્સથી લેવાનો આદેશ આપી દીધો છે.
મહારાષ્ટ્રમાં લોકડાઉનને લઈને હેલ્થ મિનિસ્ટર રાજેશ ટોપેએ કહી દીધી આ મોટી વાત. જાણો વિગત
કોરોનાનો ચેપ ફેલાતો રોકવા માટે મુખ્યત્વે મુખ્યત્વે ભીડ નહીં કરવાનું સોશિયલ ડિસ્ટન્સિંગના નિયમનું પાલન કરવાનું મહત્વ છે. તેથી પાલિકાની સભાઓ ફીઝીકલી એટલે કે પ્રત્યક્ષ રાખવાથી લોકો મોટા પ્રમાણમાં એકત્ર થશે અને ભીડ થવાથી કોરોના ફેલાવાનું જોખમ વધી જશે. તેથી લોકો પ્રત્યક્ષ રીતે મોટી સંખ્યામાં હાજર ના રહે તે માટે ઓનલાઈન મિટીંગ લેવાનો આદેશ આપતો સર્ક્યુલર સરકારે બહાર પાડયો છે.