Site icon

Ram Mandir : શિંદે સરકારનો મોટો નિર્ણય, અયોધ્યામાં રામ મંદિરના પ્રાણ પ્રતિષ્ઠાના દિવસે મહારાષ્ટ્રના આ જિલ્લામાં રહેશે માંસ અને દારુ પર પ્રતિબંધ.

Ram Mandir : મહારાષ્ટ્રના વિવિધ જિલ્લાઓમાં 22 જાન્યુઆરીએ રામ મંદિરના મહોત્સવ દરમિયાન માંસ, મછી અને દારુના વેચાણ પર પ્રતિબંધ લાધો છે.

During the Pran Pratishtha festival of Ram temple in Ayodhya, meat and liquor will be banned in this district of Maharashtra.

During the Pran Pratishtha festival of Ram temple in Ayodhya, meat and liquor will be banned in this district of Maharashtra.

News Continuous Bureau | Mumbai 

Ram Mandir : ઉલ્હાસનગર મહાનગરપાલિકાએ 22 જાન્યુઆરી એટલે કે રામ મંદિરના પ્રાણ પ્રતિષ્ઠાના દિવસે સમગ્ર શહેરમાં માંસ  , મછી અને દારૂ ( alcohol shops  ) પર પ્રતિબંધ લાદ્યો છે. મહારાષ્ટ્રના થાણે જિલ્લામાં ભિવંડી નિઝામપુર સિટી ( Bhiwandi Nizampur City)  મ્યુનિસિપલ કોર્પોરેશને 22 જાન્યુઆરીએ તેના અધિકારક્ષેત્રમાં આવેલી તમામ માંસ વેચાણની દુકાનો ( meat shops ) બંધ રાખવા અપીલ કરી છે. આ દિવસે ઉત્તર પ્રદેશના અયોધ્યામાં રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા સમારોહનું આયોજન કરવામાં આવનાર છે. મહાનગરપાલિકાના પ્રશાસક અને મહાનગરપાલિકા કમિશનરે આ અપીલ કરી હતી અને દુકાનદારો પાસેથી સહકાર માંગ્યો હતો.  

Join Our WhatsApp Community

મહાનગરપાલિકા ( Ulhasnagar Municipal Corporation ) કમિશનરે શુક્રવારે જારી કરેલા નિવેદનમાં જણાવ્યું હતું કે 22 જાન્યુઆરીએ અયોધ્યામાં રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા સમારોહનું આયોજન કરવામાં આવનાર છે અને આ પ્રસંગે સમગ્ર ભિવંડીમાં પણ વિવિધ કાર્યક્રમોની ઉજવણીનું આયોજન કરવામાં આવ્યું છે. તેથી ગુરુવારે પોલીસ અધિકારીઓ, મ્યુનિસિપલ પ્રશાસન અને સ્થાનિક શાંતિ સમિતિની સમીક્ષા બેઠક બાદ આ નિર્ણય લેવામાં આવ્યો હતો કે તે દિવસે ભિવંડીમાં માંસ, ચિકન વગેરે વસ્તુઓના વેચાણવાળી દુકાનો બંધ ( Ban ) રહેશે.

આ સમાચાર પણ વાંચો : Ayodhya: સ્પાઈજેટ એરલાઈન્સની મોટી જાહેરાત.. હવે આ આઠ શહેરોમાંથી શરુ કરાશે અયોધ્યા માટે સીધી ફ્લાઈટ સેવા..

 મહારાષ્ટ્રના પડઘા શહેરમાં પણ 22 જાન્યુઆરીએ રહેશે માંસાહારી ખોરાક અને દારુ પર પ્રતિબંધ..

અગાઉ, થાણે જિલ્લાના સાંપ્રદાયિક રીતે સંવેદનશીલ પડઘા ગામની ગ્રામ પંચાયતે સ્થાનિક લોકોને 22 જાન્યુઆરીએ માંસાહારી ખોરાક અને દારૂનું વેચાણ કરતી દુકાનો બંધ કરવાની અપીલ કરી હતી. ભિવંડી તહસીલનું આ ગામ ગયા વર્ષે ઈસ્લામિક સ્ટેટ અને દેશમાં અન્ય આતંકવાદી મોડ્યુલની તપાસના ભાગરૂપે નેશનલ ઈન્વેસ્ટિગેશન એજન્સી (NIA) દ્વારા પાડવામાં આવેલા દરોડાને કારણે ચર્ચામાં હતું. તેથી હવે અહીં પણ પ્રતિબંધ રાખવામાં આવતા ફરી ચર્ચામાં આવ્યુ છે.

Maharashtra heavy rain: પિતૃપક્ષમાં મુશળધાર વરસાદનું સંકટ, 4 જિલ્લા માટે રેડ એલર્ટ
PM Modi Mizoram 2025: પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ મિઝોરમના આઈઝોલમાં 9,000 કરોડ રૂપિયાથી વધુના વિકાસ કાર્યોનું ઉદ્ઘાટન અને શિલાન્યાસ કર્યો હતો
Gujarat Maternal Mortality Rate: સેમ્પલ રજીસ્ટ્રેશન સિસ્ટમ (SRS) મુજબ રાજ્યમાં માતા મૃત્યુદર વર્ષ ૨૦૨૩માં પ્રતિ એક લાખ જીવિત જન્મે ૫૧ થયો
Vrindavan: વૃંદાવન જ નહીં, પાકિસ્તાન સુધી છે બાંકેબિહારીજીની સંપત્તિ,મંદિર પ્રબંધન કમિટી કરી રહી છે આ કામ
Exit mobile version