ન્યૂઝ કન્ટીન્યુઝ બ્યૂરો
દ્વારકા
6 જુલાઈ 2020
દ્વારકામાં વરસાદે 87 વર્ષનો રેકોર્ડ તોડયો છે. 17 જુલાઈ 1933 ના રોજ 273.8 મી.મી વરસાદ પડયો હતો, ત્યારે ગઈકાલે સાંજ સુધીમાં 275.8 મિલીમીટર વરસાદ પડયો છે અને આગામી બે દિવસ સૌરાષ્ટ્રમાં વરસાદ નું જોર યથાવત્ રહેશે એવું હવામાન ખાતા તરફથી જણાવવામાં આવ્યું છે.. પોરબંદરના દ્વારકામાં પૂરની પરિસ્થિતિ સર્જાતા ભારે વરસાદ, વીજળી, વાવાઝોડા સાથે જ ગુજરાતના કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદ પડ્યો હતો. દ્વારકાધીશ મંદિર નજીકનો એક વિસ્તાર એવો હતો કે જયાં વીજળી સાથે વાવાઝોડું જોવા મળ્યું. મુશળધાર વરસાદના પગલે દ્વારકા અને પોરબંદરના નીચાણવાળા ભાગોમાં પાણી ભરાયા હતા. બે દિવસથી દ્વારકા શહેર સહિત વિવિધ સ્થળોએ ભારે વરસાદ, વીજળી, ગાજવીજ સાથે વરસાદ પડ્યો હતો. જિલ્લામાં ભારે ધોધમાર વરસાદ, વીજળી અને ગાજવીજ સાથે વરસાદ પડી રહ્યો છે…
દેવભૂમિ દ્વારકા જિલ્લામાં આવેલા તાલુકામાં દિવસ દરમિયાન 434 મીમી જેટલો વરસાદ પડ્યો હતો, એકલા સાંજ દરમિયાન 292 મીમી જેટલો વરસાદ પડ્યો હતો, અધિકારીઓએ જણાવ્યું હતું…કે રવિવારે ભારે વરસાદ બાદ પોરબંદરના મોટાભાગમાં પાણી ભરાયા હતા. ભારતના હવામાન વિભાગ (આઇએમડી)ના અમદાવાદ કેન્દ્રે આગામી ત્રણ દિવસ દરમ્યાન સૌરાષ્ટ્ર, ઉત્તર અને દક્ષિણ ગુજરાતમાં ભારેથી અતિ ભારે વરસાદની આગાહી કરી છે…
ગુજરાતી બ્રેકિંગ ન્યૂઝ માટે વોટ્સઅપ ગ્રુપ માં નીચે આપેલી લિંક દબાવીને જોડાઓ.
News Continuous (ન્યૂઝ કંટીન્યૂઝ)
YouTube : https://www.youtube.com/NewsContinuous
Twitter : https://twitter.com/NewsContinuous
Facebook : https://www.facebook.com/newscontinuous
Instagram : https://www.instagram.com/newscontinuous/
Email : TheNewsContinuous@gmail.com