News Continuous Bureau | Mumbai
Dwarka Maharas: ઐતિહાસિક દ્વારકા(Dwarka) નગરીમાં તા.24 ડિસેમ્બરે ઇતિહાસ રચાશે. 16,108 આહીરાણીઓ મહા રાસ રચશે. આ ભાવ અને શ્રદ્ધાના સમુદ્રમાં વહેવા 47,000 જેટલી બહેનોનું રજીસ્ટ્રેશન થયું છે. વહીવટી પ્રક્રિયા બાદ બહેનોની ચોક્કસ સંખ્યા જાહેર થશે… ઘટનાને લઈને આયોજકોમાં કોઈ જ અહંકાર ન આવે તે માટે અધ્યક્ષ સ્થાને દ્વારકાધીશ ભગવાનની નિમણુંક કરવામાં આવી છે એ પણ કૃષ્ણ(Shri krishna) ભક્તિની ચરમ સીમા….ઈશ્વરના કાર્યમાં કોઈ પ્રસિદ્ધિ ન હોય એવા વિચાર સાથે આયોજકોએ મીડિયામાં પણ ક્યાંય ઉલ્લેખ નહોતો કર્યો છતાં ઘટના સાથે જોડાવામાં પણ કંઇક સંકેત હશે. સૌથી પ્રથમ આ અદભુત ઘટનાની જાણ થઈ અને આલેખન કરવાનું થયું તે પણ સૌભાગ્ય…અહંકાર ન આવે તે માટે બધું જ કાન્હાના ચરણોમાં અર્પણ….
ઐતિહાસિક નગરીમાં અદભુત મહારાસ
દ્વારકામાં 45,000 થી વધુ આહીરાણીઓ સોળે શણગાર સજી આબેહૂબ શ્રીકૃષ્ણની રાસલીલા કરશે જીવંત
સમગ્ર આયોજન દ્વારિકાધીશ ભગવાનને અધ્યક્ષ સ્થાને રાખીને કરાયું છે,અહંકારથી બચવા આ ઈશ્વરીય કાર્યમાં નથી આપ્યું કોઈ વ્યક્તિએ પોતાનું નામ
ગોકુળમાં ગોપીઓ સંગ ભગવાન શ્રીકૃષ્ણ રાસ લીલા રમ્યા હતા તે આપણે સહુ જાણીએ છીએ.આ રાસલીલાનું વર્ણન સાંભળતા દરેકના મનમાં ભગવાન શ્રીકૃષ્ણ અને ગોપીઓનો(Gopi) રાસ કલ્પનામાં રચાઈ જાય. જો સતયુગમાં રમાયેલ એ રાસલીલાની ઝલક અત્યારે કળિયુગમાં જોવા મળી જાય તો જીવન ધન્ય થઈ જાય.ખરેખર જીવન ધન્ય થઈ જાય એવી ઘટના ઐતિહાસિક નગરી દ્વારકામાં બનવાની છે. અખિલ ભારતીય આહીરાણી મહાસંગઠન દ્વારા ભગવાન શ્રીકૃષ્ણને અધ્યક્ષ સ્થાને રાખીને મહારાસનું આયોજન તા.24 ડિસેમ્બરના રોજ દ્વારકામાં કરવામાં આવ્યું છે.
આયોજનના પ્રારંભમાં આહીર સમાજની 16,108 બહેનો દ્વારા મહારાસ રચવાનું આયોજન હતું પરંતુ આહીરાણી બહેનોએ મોટી સંખ્યામાં કાનુડા પ્રત્યે પોતાની ભક્તિ દર્શાવી અને મહારાસની રજીસ્ટ્રેશનની સંખ્યા 45 હજારથી વધુ થઈ છે. સોનાના ઘરેણાંથી લદાયેલ સોળે શણગાર સજી સાક્ષાત ભગવાનની ઉપસ્થિતિ હોય એ રીતે આહીરાણીઓ આ દિવ્ય અને ભવ્ય મહારાસમાં ભાગ લેશે. આહીર સમાજના મુખ્યત્વે 9 જિલ્લાઓ કચ્છ,જૂનાગઢ ગીર,સોમનાથ,અંકલેશ્વર જામનગર દ્વારકા બોટાદ સુરતથી દરેક પંથના લોકો સહિત 1 લાખ થી વધુ લોકો ઉપસ્થિત રહેશે. આ આયોજન કોઈ વ્યક્તિ સંસ્થા કે સમાજના શક્તિ પ્રદર્શન માટે નથી પરંતુ ધર્મસતા કેમ સ્થપાય? વિશ્વશાંતિ કઈ રીતે આવે? સ્ત્રીઓ સશક્ત અને આત્મનિર્ભર કઈ રીતે બને? આવા અનેક સામાજિક મુદ્દાઓને લઈને આ આયોજન કરવામાં આવ્યું છે. દ્વારકામાં રબારી ગેટ થી લઇને રુક્મિણી મંદિર પુલ સુધી મહારાસ યોજાશે.સવારે 5 વાગ્યે બ્રહ્મ મુહૂર્તમાં કાર્યક્રમનો પ્રારંભ થશે.આહીર સમાજનાં ભાઈઓનું પણ આ આયોજનમાં મોટું યોગદાન છે,ત્યારે તૈયારીઓ પુરજોશમાં છે.
આ સમાચાર પણ વાંચો: Mumbai: મુંબઈના ભાયખલા પ્રાણી સંગ્રહાલયમાં પેન્ગ્વિન અને અન્ય પ્રાણીઓના અદલાબદલી માટે અધિકારીઓ તૈયાર..
ભારત માંથી મહા ‘ભારત’નો સંકલ્પ
આ મહારાસની સાથે સાથે અનેક સામાજિક મુદ્દાઓને આવરી લેવાયા છે.
*સમાજમાં ખોટા ખર્ચ અટકાવી દેશ અને સમાજ પર આર્થિક બોજ ઘટાડવાનો પ્રયાસ.
*સ્વ પરિવર્તન થી વિશ્વ પરિવર્તન આવે એ વિચાર સાથે વ્યસન મુક્તિનો કાર્યક્રમ
*આહીર સમાજનાં દરેક પંથના લોકો ઉપસ્થિત રહી, દરેકને વાડાબંધી દૂર કરવાનો સંદેશ આપશે.
*બાંસુરી એ હાર્મની નું પ્રતિક છે.ભગવાને પણ શસ્ત્ર ને બદલે શાસ્ત્ર દ્વારા શાંતિનો સંદેશ આપ્યો હતો તેથી બાંસુરી સાથે વિશાળ વિશ્વ શાંતિ રેલીનું આયોજન
*આર્થિક રીતે પગભર મહિલા હંમેશા સશક્ત હોય છે જે દર્શાવવા વુમન એક્સપોનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં આહીર સમાજની ભરત ગુંથણની પરંપરાને કચ્છના બહેનો દ્વારા પ્રસ્તુત કરવામાં આવશે.
*’નો સેલ્ફી નો ફોટો ‘: આજે આપણે ભૌતિક સાધનોના ઉપયોગના અતિરેકમાં સાધનાને ભૂલી ગયા છીએ ત્યારે આ પરમાત્મા સાથેની મિલનની આ ઘડીમાં કોઈ સેલ્ફી,ફોટો નહિ લે.
કાનુડા! તારે મહારાસમાં આવવું જ પડશે
મહારાસ રચાય ત્યારે દિવ્ય આત્માઓ સહિત ભગવાનની હાજરી હોય એટલે ભૌતિક તૈયારી સાથે આહીર બહેનોની આધ્યાત્મિક તૈયારી પણ શરૂ થઈ ગઈ છે. ભગવાનને મળવાનું છે તો ભગવાનના ગુણો ધારણ કરવા અત્યારથી જ ગીતા જ્ઞાન યાત્રાનો પ્રારંભ કર્યો છે.cગીતાજીનો શ્લોક બોલી ભાષાંતર કરી તે ગુણોને ધારણ કરે છે. આટલી તૈયારી હોય પછી તો શ્રીકૃષ્ણ ન આવે તો જ નવાઈ!
આયોજકોની અહંકાર શૂન્યતાને “અગ્ર ગુજરાત”ના નમન
આ આયોજનમાં પ્રવૃત્ત લોકોનું કહેવું છે કે આ એક ઈશ્વરીય કાર્ય છે તેને પ્રસિદ્ધિની જરૂર નથી. જ્યારે કોઈ વ્યક્તિનું નામ આવે ત્યારે ભગવાનનું કામ થતું નથી. પ્રથમ રાસ લીલામાં ગોપીઓને અહંકાર આવ્યો અને ભગવાન અદ્રશ્ય થયા હતા. બીજો રાસ વ્રજ વાણીમાં થયો અને હવે જ્યારે દ્વારકામાં થઈ રહ્યો છે ત્યારે અહંકાર થી કોઈ અડચણ ન આવે માટે દ્વારિકાધીશને અધ્યક્ષ સ્થાને રાખીને કામગીરી થાય છે કોઈ વ્યક્તિનું નામ અપાયું નથી. અગ્ર ગુજરાત (Gujarat)તરફથી એ દરેક કૃષ્ણ ભક્તને સાદર નમન
આ સમાચાર પણ વાંચો: Smelly Hair Tips: વાળ ધોવાના બીજા જ દિવસથી વાળમાંથી આવવા લાગે છે દુર્ગંધ, તો અપનાવો આ 4 ઘરેલું ઉપાય