ન્યુઝ કન્ટીન્યુઝ બ્યુરો.
મુંબઈ
07 ઓગસ્ટ 2020
કોરોનાવાયરસ હવે ભક્તો અને ભગવાન વચ્ચે વિલન બની રહ્યો હોય એવું લાગે છે. કોરોના સંક્રમણ ને ધ્યાનમાં રાખી ગુજરાતના પ્રસિદ્ધ દ્વારકાધીશનું જગતમંદિર જન્માષ્ટમીએ બંધ રાખવાનો આદેશ તંત્રે જારી કર્યો છે
હાલ કોરોના કાળમાં જન્માષ્ટમી પર ભક્તોની ભારે ભીડની અપેક્ષા સેવાઈ રહી છે. આથી જ કોઈ ખતરો ન લેવાં માંગતા પ્રશાસને ગુજરાતનું દ્વારકાધીશ મંદિર જન્માષ્ટમી ના 10 ઓગસ્ટથી 13 ઓગસ્ટ સુધી દર્શનાર્થીઓ માટે બંધ રાખવાનું નક્કી કર્યું છે. જો કે ધાર્મિક વિધિઓ પરંપરા મુજબ પૂજારીઓ દ્વારા ચાલુ રાખવામાં આવશે. જેનો લાભ ભક્તો ઘરે બેઠાં ઓનલાઈન દર્શન કરી લઈ શકશે.
આ અંગેનો ઐપચારિક હુકમ જિલ્લા પ્રશાસન દ્વારા, રોગચાળાની પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને જારી કરવામાં આવ્યો છે. આદેશમાં જણાવાયું છે કે કૃષ્ણ જન્મોત્સવ મહોત્સવ (જન્માષ્ટમી) 12 ઓગસ્ટે અને 13 ઓગસ્ટે 1.5 લાખ થી વધુ લોકોને દ્વારકાધીશ મંદિરની મુલાકાતે આવી શકે છે. જયાં સામાજિક દુરીનું પાલન શક્ય બનશે નહીં . તેમજ રોગના વાયરસ વધુ ફેલાવાનો ભય રહેલો છે. આ ઉપરાંત, 15 ઓગસ્ટ, પારસી પતેતી અને શુક્રવાર પછીના અઠવાડિયાના અંતમાં, લાંબી રજા હોવાને કારણે મુલાકાતીઓનો ઘસારો વધી શકે છે. તેથી કોવિડ -19 રોગચાળાની પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને મુલાકાતીઓ માટે 10 થી 13 ઓગસ્ટ દરમિયાન મંદિરની અંદર પ્રવેશ પર પ્રતિબંધ રહેશે.