News Continuous Bureau | Mumbai
કોરોના મહામારી(coronavirus) દરમિયાન મંદિરો(temple)ની આવક મા પણ ધરખમ ઘટાડો થયો છે. મહામારીમાં લોકડાઉન(Covid-19 lockdown)ને પગલે લાંબા સમય સુધી ધાર્મિક સ્થળો બંધ રહ્યા હતા. મોટાભાગના મંદિરોને ઓનલાઈન ડોનેશન(Online Donation) મળ્યું હતું, જેમાં દ્વારકા(Dwarkadhish Temple, Gujarat)માં શ્રી દ્વારકાધીશ મંદિરની આવકમાં પણ ઘટાડો થયો છે. ત્રણ વર્ષમાં મંદિરને ફક્ત 30 કરોડ રૂપિયાની જ આવક થઈ હોવાનું રાઈટ ટુ ઇન્ફોર્મેશન(Right to Information) એક્ટ હેઠળ બહાર આવ્યું છે.
એક મીડિયા હાઉસ માં આવેલા અહેવાલ મુજબ શ્રી દ્વારકાધીશ મંદિર(Dwarkadhish Temple)ને 2018-19ની સાલમાં 12 કરોડ રૂપિયા અને 2019-20માં 11 કરોડ રૂપિયાની આવક થઈ હતી. તેની સામે 2020-21માં માત્ર 6.44 કરોડ રૂપિયાની આવક થઈ છે. આગલા વર્ષની સરખામણીમાં કોરોનાના વર્ષ(corona pandemic)માં અંદાજે 71 ટકાનો ઘટાડો થયો છે.
આ સમાચાર પણ વાંચો : હાર્દિક પટેલનો ભાજપ પ્રેમ, પહેલી વખત કર્યા મોં ફાટ વખાણ. કહ્યું 370 કલમ હટાવવી એ મોટી ઉપલબ્ધી… જાણો વિગતે
મિડિયા હાઉસના અહેવાલ મુજબ શ્રી દ્વારકાધીશ મંદિર(Shree Dwarkadhish Temple)ની કુલ આવકમાંથી 83 ટકા હિસ્સો પૂજારીઓનો હોય છે. આ ટકાવારીએ 2018-19માં પૂજારીઓનો હિસ્સો 10.14 કરોડ, 2019-20મા 9.18 કરોડ રૂપિયા અને 2020-21માં 5.37 કરોડ રૂપિયા હતી. હાલ આ મંદિરમાં 37 પૂજારીઓ છે.
અગાઉ વિધાનસભામાં ગુજરાત સરકારે આપેલી વિગત મુજબ 2015-16માં શ્રી દ્વારકાધીશ મંદિરની આવક દર મહિને 76.46 લાખ એટલે કે વાર્ષિક 9.17 કરોડ રૂપિયા હતી. જયારે વર્ષ 2016-17માં દર મહિને 81.09 લાખ એટલે કે વાર્ષિક 9.73 કરોડ રૂપિયા હતી.