News Continuous Bureau | Mumbai
શિવસેનાના નેતા(Shiv Sena leader) અને સાંસદ(MP) સંજય રાઉત(Sanjay Raut) આજે મની લોન્ડરિંગ કેસમાં(money laundering case) પૂછપરછ માટે ઇડી(ED) સમક્ષ હાજર નહીં થાય.
સંસદનું સત્ર(Parliament session) ચાલી રહ્યું છે, તેથી તેમણે ED સમક્ષ હાજર રહેવાનો સમય માંગ્યો છે.
આ પહેલા પણ સંજય રાઉતને ED દ્વારા સમન્સ(Summon) જારી કરીને બોલાવવામાં આવ્યા હતા અને તેમનું નિવેદન નોંધવામાં આવ્યું હતું.
આ કેસ મુંબઈમાં પાત્રા ચાલ નામના હાઉસિંગ કોમ્પ્લેક્સના(housing complex) પુનઃવિકાસમાં(redevelopment) કથિત કૌભાંડ(scam) સાથે સંબંધિત છે.
ઉલ્લેખનીય છે કે એપ્રિલમાં એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટે (Enforcement Directorate) આ કેસના સંબંધમાં સંજય રાઉતની પરિવારની મિલકતો જપ્ત કરી હતી.
આ સમાચાર પણ વાંચો : મહારાષ્ટ્રએ કેરળને પાછળ છોડ્યું-હવે મહારાષ્ટ્રમાં એનઆરઆઈ દ્વારા સૌથી વધુ પૈસા મોકલવામાં આવે -આંકડા જાણો અહીં