પશ્ચિમ બંગાળમાં યોજાનારી વિધાનસભાની ચૂંટણી પહેલા ઇડી દ્વારા મોટી કાર્યવાહી કરવામાં આવી છે.
ઇડીએ મની લોન્ડરિંગ કેસમાં પૂછપરછ કર્યા બાદ તૃણમૂલ કોંગ્રેસના નેતા અને રાજ્યસભાના પૂર્વ સાંસદ કે.ડી.સિંઘની ધરપકડ કરી.
સૂત્રોનું કહેવું છે કે ઇડીની પૂછપરછ દરમિયાન કે.ડી.સિંઘ કેટલાક લેવડદેવડની વિગતો આપવામાં નિષ્ફળ રહ્યા હતા, ત્યારબાદ તેમની ધરપકડ કરવામાં આવી હતી.
