મહારાષ્ટ્રના ભૂતપૂર્વ ગૃહ પ્રધાન અનિલ દેશમુખ કાયદાની ચુંગલમાં ફસાઈ રહ્યા છે
CBI બાદ હવે ઇડીએ તેમના વિરુદ્ધ મની લોન્ડરિંગનો કેસ દર્જ કર્યો છે.
ઇડીએ આ કેસના આધાર તરીકે CBI દ્વારા જે તપાસ કરવામાં આવી હતી, તે પુરાવા પર કાર્યવાહી કરી છે.
ઉલ્લેખનીય છે કે મુંબઈના ભૂતપૂર્વ પોલીસ કમિશનર પરમબીરસિંહે અનિલ દેશમુખ પર 100 કરોડની વસૂલાતનો આરોપ લગાવ્યો હતો.