Gujarat Tribal Youth : ગુજરાતમાં આદિજાતિના શિક્ષિત યુવક-યુવતિઓને પાયલોટ તાલીમ માટે રૂ.૨૫ લાખની મર્યાદામાં લોન મળે છે

Gujarat Tribal Youth : ગુજરાત રાજ્યના આદિજાતિ શિક્ષિત યુવક-યુવતિઓને પાયલોટ તાલીમના માટે રૂ.૨૫ લાખની મર્યાદામાં લોન આપવાની જોગવાઈ અમલમાં છે. આ યોજના હેઠળ આવક મર્યાદા ધ્યાનમાં લેવામાં આવતી નથી.

by Hiral Meria
Educated tribal youth in Gujarat get loan up to Rs.25 lakh for pilot training

News Continuous Bureau | Mumbai

Gujarat Tribal Youth :  ગુજરાત રાજ્યના આદિજાતિ શિક્ષિત યુવક-યુવતિઓને ( Tribal Educated Youth ) પાયલોટ તાલીમના માટે રૂ.૨૫ લાખની મર્યાદામાં લોન આપવાની જોગવાઈ અમલમાં છે. આ યોજના હેઠળ આવક મર્યાદા ધ્યાનમાં લેવામાં આવતી નથી. તેમજ આ યોજનામાં વિદ્યાર્થીની તાલીમ પૂર્ણ થયા બાદ છ માસ પછી લોનની ( Pilot Training Loan ) રકમ કુલ-૬૦ હપ્તામાં ભરપાઈ કરવાની રહે છે. જેનો વ્યાજનો દર વાર્ષિક ૪% છે. અરજદાર અનુસુચિત જનજાતિનો લાયક ઉમેદવાર હોવો જોઈએ. અરજદારે મેટ્રીક્યલેશન અથવા હાયર સેકન્ડરી અથવા ઈન્ડિયન સ્કૂલ સર્ટિફિકેટ કે તેની સમકક્ષ પરીક્ષા પાસ કરેલી હોવી જોઈએ. સંબંધિત કોમર્શિયલ પાયલોટ ઈન્સ્ટીટ્યુટમાં પ્રવેશ મેળવેલ હોવા જોઈએ. 

          આ પાયલોટ તાલીમ ( Pilot Training ) લોન માટે આદિજાતિ પેટા વિસ્તારના વિદ્યાર્થીઓ/અરજદારોએ જે તે વિસ્તારના પ્રાયોજના વહીવટદારશ્રીની ભલામણથી દરખાસ્ત મોકલવાની હોય છે. આદિજાતિ પેટા વિસ્તાર સિવાયના વિદ્યાર્થીઓ/અરજદારોએ તકેદારી અધિકારીશ્રીની કચેરી મારફતે રજુ કરવાની હોય છે. આ યોજનાનો લાભ મેળવવા માટે આદિજાતિની વેબસાઈટ https://adijatinigam.gujarat.gov.in પર જે તે વિસ્તારની પ્રાયોજના વહીવટદારની કચેરી અથવા ગુજરાત ( Gujarat  ) આદિજાતિ વિકાસ કોર્પોરેશન બિરસા મુંડા ભવન, ગાંધીનગરનો સંપર્ક સાધી શકાય છે

આ સમાચાર પણ વાંચો  :  Pakistani Woman Mehvish : સીમા હૈદરની જેમ બે બાળકોની માતા મહવીશે પણ પોતાના ભારતીય પ્રેમી માટે પાકિસ્તાનની સરહદ પાર કરી.. જાણો વિગતે

Disclaimer : Except for the headline, this story has not been edited by News Continuous staff and is published from a syndicated feed.

 

Join Our WhatsApp Community

You may also like