News Continuous Bureau | Mumbai
શિંદે જૂથ(Shinde Group) માટે આજે મંગળવાર ખૂબ જ મહત્વપૂર્ણ દિવસ છે. કારણ કે શિંદે જૂથને આજે ચૂંટણી ચિન્હ (Election symbol) મળશે. ચૂંટણી પંચે શિંદે જૂથને તેમનો વિકલ્પ રજૂ કરવા માટે આજે સવારે 10 વાગ્યાની સમયમર્યાદા આપી હતી. એ જ રીતે શિંદે જૂથે ચૂંટણી પંચ(Election commission) સમક્ષ 3 પ્રતીકોનો વિકલ્પ રજૂ કર્યો છે. આ ત્રણ વિકલ્પો શિંદે જૂથ દ્વારા ઈમેલ(E-mail) દ્વારા ચૂંટણી પંચને સબમિટ કરવામાં આવ્યા છે.
શિંદે જૂથ દ્વારા રજૂ કરવામાં આવેલા ચૂંટણી ચિહ્નોમાં પ્રતીકોની સત્તાવાર માહિતી હજુ બહાર આવી નથી. પરંતુ એવું કહેવામાં આવી રહ્યું છે કે શિંદે જૂથ(Shinde group) દ્વારા ચૂંટણી પંચને બે ઈમેલ મોકલવામાં આવ્યા છે. પ્રથમ ઈમેલમાં, શિંદે જૂથ દ્વારા ત્રણ વિકલ્પો સૂચવવામાં આવ્યા હતા: રિક્ષા, તુતારી અને શંખ. જ્યારે બીજા ઈમેલમાં ત્રણ ચિહ્નો રજૂ કરવામાં આવ્યા હતા જેમાં ઢાલ-તલવાર, ચમકતો સૂર્ય અને પીંપળના વૃક્ષ નામના ત્રણ વિકલ્પો સામેલ હોવાનું કહેવાય છે.
આ સમાચાર પણ વાંચો : મોટા સમાચાર – આ રાષ્ટ્રીય નેતા અને અનેક વાર ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી રહી ચુકેલા નેતાનું થયું નિધન
આ અગાઉ શિંદે જૂથે ચૂંટણી પંચને ત્રિશુલ, ગદા અને ઉગતા સૂર્યના ત્રણ પ્રતીકો વિકલ્પ તરીકે સબમિટ કર્યા હતા, પરંતુ તેને નકારી કાઢવામાં આવ્યા હતા. ગદા અને ત્રિશૂળના ધાર્મિક ચિન્હોને કારણે શિંદે જૂથને બંને ચૂંટણી ચિહ્નો મળ્યા નથી. તેમજ ઉગતો સૂરજ દ્રમુકના ચૂંટણીનું નિશાન હોવાને કારણે મળ્યો નહી. આ પછી, ચૂંટણી પંચે ફરીથી શિંદે જૂથને નવા વિકલ્પો આપવા કહ્યું હતુ.