News Continuous Bureau | Mumbai
મહારાષ્ટ્રના રાજકારણમાં(Maharashtra Politics) ધરતીકંપ આવી ગયો છે. હવે આ પૂરી રાજકીય લડતમાં( Political War) હવે ઈમોશન ટચ (Emotion touch)પણ આવી ગયો છે.
એકનાથ શિંદેના(Eknath Shinde) બળવા બાદ મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેએ(Chief Minister Uddhav Thackeray) ધારાસભ્યોને(MLA) ફેસબુક પર લાઇવ(Facebook Live) અપીલ કરી હતી કે તમે શું કહેવા માગો છો તે મને જણાવો. ત્યારબાદ ઔરંગાબાદ પશ્ચિમના(Aurangabad West) ધારાસભ્ય સંજય શિરસાટે(Sanjay Shirsat) ભાવુક થઈને મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેને પત્ર લખ્યો છે.
આ પત્રમાં ધારાસભ્યએ છેલ્લા એક વર્ષમાં તેમના જેવા અન્ય ધારાસભ્યો સાથે થયેલા અન્યાયનો પણ ખુલાસો કર્યો છે. તેમનો પત્ર જાહેર થવાની સાથે જ એકનાથ શિંદેએ તુરંત ટ્વીટ કરીને કહ્યું હતું કે આ છે ઘારાસભ્યોની ભાવના. ધારાસભ્યના પત્ર બાદ ઉદ્ધવ ઠાકરેની મુશ્કેલીમાં વધારો થવાની શક્યતા જણાઈ રહી છે.
ટ્વીટર(Twitter) પર ધારાસભ્યે લખેલા પત્ર પણ અનેક લોકોએ ટિપ્પણી કરી છે. અમુક લોકોએ તેને વખાણી છે, તો અમુક લોકોએ તેની આકરા શબ્દોમાં ટીકા પણ કરી છે. ધારાસભ્યે અમારા વિઠ્ઠલ હિન્દુ હૃદય સમ્રાટ શિવસેના પ્રમુખ શ્રી બાળાસાહેબ ઠાકરેને(Shri Balasaheb Thackeray) વંદન કરીને આ પત્ર લખી રહ્યો હોવાનું કહીને બે પાનાનો લાંબો પત્ર લખ્યો છે.
ગઈકાલે વર્ષા બંગલાના દરવાજા લોકો માટે ખરા અર્થમાં ખોલવામાં આવ્યા હતા. બંગલા પર ભીડ જોઈને આનંદ થયો. છેલ્લા અઢી વર્ષથી શિવસેનાના ધારાસભ્ય(Shivsena MLA) તરીકે અમારા માટે આ દરવાજા બંધ હતા. ધારાસભ્ય તરીકે બંગલામાં પ્રવેશવા માટે, અમારે જેઓ અમારા જીવ પર વિધાન પરિષદ અને રાજ્યસભામાં ચૂંટાઈ આવ્યા હતા તેમને મસ્કા મારવા પડતા હતા એવો આરોપ સંજય શિરસાટે કર્યો છે.
આ સમાચાર પણ વાંચો : મહારાષ્ટ્રના રાજકારણમાં ગરમાવો- રાજકીય સંકટ વચ્ચે શિવસેના પ્રવક્તા સંજય રાઉતનું મોટું નિવેદન-કહ્યું – શિવસેના MVA ગઠબંધન તોડવા તૈયાર પરંતુ આ શરત સાથે
જેઓ લોકોમાંથી ચૂંટાયા ન હતા, તે કહેવાતા ચાણક્ય કારકુન રાજ્યસભા અને નીવિધાન પરિષદની ચૂંટણી(Legislative Council elections) વ્યૂહરચના નક્કી કરતા હતા. શિવસેનાના ધારાસભ્ય તરીકે અમને ક્યારેય વર્ષા બંગલામાં સીધો પ્રવેશ મળ્યો નહોતો. મુખ્યમંત્રી દરેકને મંત્રાલયના છઠ્ઠા માળે મળે છે, પરંતુ અમારા માટે છઠ્ઠા માળા પર જવાનો સવાલ જ નહોતો કારણ કે તમે ક્યારેય મંત્રાલયમાં ગયા જ નથી.
મતવિસ્તારના કામ, અન્ય મુદ્દાઓ, અંગત મુદ્દાઓ માટે સીએમ સાહેબને મળવાની ઘણી વિનંતીઓ પછી કહેવાતા ચાણકય તરફથી સંદેશો આવતો કે તમને વર્ષા બંગલે બોલાવવામાં આવ્યા છે. પણ હું કલાકો સુધી બંગલાના ગેટ પર ઊભો રહેતો. મેં એ લોકો ઘણી વાર ફોન કર્યો તો તેઓ કોલ રિસીવ કરતા નથી આખરે અમે કંટાળીને ચાલ્યા જતા.
મતવિસ્તારની ખરાબ સ્થિતિ, મતવિસ્તારમાં ભંડોળ, નોકરશાહી, કોંગ્રેસ(Cogress)-એનસીપી(NCP) તરફથી અપમાન, આ બધી ફરિયાદો પક્ષમાં શિંદે સાહેબ જ સાંભળતા હતા અને તેઓ હકારાત્મક પગલાં લેતા હતા. તેથી, અમારા તમામ ધારાસભ્યોના ન્યાયના અધિકાર માટે તમામ ધારાસભ્યોની વિનંતીથી, અમે માનનીય એકનાથજી શિંદે સાહેબને આ નિર્ણય લેવા જણાવ્યું હતું. તેઓએ અમને સાથ આપ્યો હતો એટલે અમે તેમને સાથ આપ્યો હોવાનું પણ આ પત્રમાં ઘારાસભ્યે કહ્યું છે.