ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, 11 ફેબ્રુઆરી 2022
શુક્રવાર.
ચૂંટણી પંચે મણિપુર વિધાનસભા ચૂંટણીની તારીખોમાં ફેરફાર કર્યો છે.
તારીખોમાં ફેરફાર અંગે માહિતી આપતા ચૂંટણી પંચે કહ્યું છે કે હવે મણિપુરમાં 28 ફેબ્રુઆરી અને 5 માર્ચે મતદાન થશે.
ચૂંટણી પંચે કહ્યું કે સ્થિતિને જોતા અને રાજકીય પક્ષો સાથે ચર્ચા કર્યા બાદ ચૂંટણીની તારીખો બદલવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.
અગાઉ પ્રથમ તબક્કાનું મતદાન 27 ફેબ્રુઆરીએ અને બીજા તબક્કાનું મતદાન 3 માર્ચે થવાનું હતું,
ઉલ્લેખનીય છે કે આ પહેલા ચૂંટણી પંચે પંજાબ ચૂંટણીની તારીખોમાં પણ ફેરફાર કર્યો હતો.
આંતરરાષ્ટ્રીય પ્રવાસીઓ માટે કેન્દ્રની નવી ગાઈડલાઈન, આ તારીખથી લાગુ પડશે છૂટછાટ; જાણો વિગત
