ન્યૂઝ કંટીન્યૂઝ બ્યુરો,
મુંબઈ, 6 એપ્રિલ 2021
મંગળવાર
આઝાદીના ૭૩ વર્ષ બાદ વનટાંગિયા ગામમાં પ્રથમ વખત ગ્રામ પંચાયતની ચૂંટણી થવા જઈ રહી છે. ૨૦૧૭ પહેલાં વનટાંગિયા ગામ રાજસ્વ ગામ તરીકેનો દરજ્જો ધરાવતા નહતા. સરકારની કોઈ યોજનાઓનો લાભ તેમને મળતો ન હતો.
વનટાંગિયા ગામ અંગ્રેજોના શાસન વખતે ૧૯૧૮ આસપાસ સ્થાપવામાં આવ્યા હતા. આ ગામો સ્થાવનો હેતુ વૃક્ષારોપણ કરી વનક્ષેત્રને વધારવાનો હતો. અહીં રહેતા લોકોનો મુખ્ય વ્યવસાય ઉપલબ્ધ જગ્યામાં ખેતી છે. ઉલ્લેખનીય છે કે યોગી આદિત્યનાથ હમેશાં દિવાળી અહીં ઉજવે છે.