ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ. 24 ડિસેમ્બર 2021
શુક્રવાર.
ઓમિક્રોનના ખતરાને પગલે દેશના પાંચ રાજ્યોમાં યોજાનારી ચૂંટણી સ્થગિત થાય તેવી શક્યતા છે.
આ અંગે ચર્ચા કરવા માટે 27 ડિસેમ્બરે ચૂંટણી પંચ અને કેન્દ્રીય સ્વાસ્થ્ય સચિવની બેઠક યોજાવાની છે.
આ બેઠકમાં પાંચ રાજ્યો ઉત્તર પ્રદેશ, પંજાબ, ઉત્તરાખંડ, ગોવા અને મણિપુરમાં આગામી કેટલાક મહિનામાં યોજાનારી ચૂંટણીને સ્થગિત કરવાનો મોટો નિર્ણય લેવામાં આવી શકે છે.
અલ્હાબાદ હાઈકોર્ટે ઓમિક્રોનના વધતા મામલાઓને લઈને ચિંતા વ્યક્ત કરી છે અને હાલમાં ઉત્તર પ્રદેશ સહિત અન્ય પાંચ રાજ્યોમાં ચૂંટણીને થોડા સમય માટે સ્થગિત કરવાની સલાહ આપી છે.
હાઈકોર્ટની આ સલાહ પર ચૂંટણી પંચ અને કેન્દ્રીય આરોગ્ય સચિવની બેઠકમાં પણ ગંભીરતાથી વિચારણા કરવામાં આવે તેવી શક્યતા છે.