News Continuous Bureau | Mumbai
શિવસેના(Shivsena) ના યુવા નેતા અને ભૂતપૂર્વ પર્યટન અને પર્યાવરણ પ્રધાન આદિત્ય ઠાકરે(Aditya Thackeray)ના નાગપૂર(Nagpur)ની મુલાકાત દરમિયાન કાર્યક્રમ માટે વીજળીની ચોરી(theft of electricity) કરવામાં આવી હોવાની ચોંકાવનારી વિગત બહાર આવી છે. વીજ ચોરીનો વિડિયો બહાર આવ્યા બાદ મહાવિતરણે(Mahavitran) તાત્કાલિક પગલા લીધા હતા.
आदित्य ठाकरेंच्या नागपुरातील कार्यक्रमासाठी वीज चोरी VIDEO समोर येताच महावितरणाने केली कारवाई pic.twitter.com/oyhAZx3fuI
— News18Lokmat (@News18lokmat) August 29, 2022
નાગપૂરના સ્થાનિક નેતાએ આદિત્ય ઠાકરેને એક કાર્યક્રમ માટે આમંત્રણ આપ્યું હતું. કાર્યક્રમ માટે સ્ટેજ પર લાગનારી વીજળી એ ચોરી કરીને લીધી હોવાનું જણાયું હતું. વીજળીના બે થાંભલા દરમિયાન તારને નાખીને વીજળી લેવામાં આવી હોવાનું સ્પષ્ટ દેખાઈ રહ્યું હતું. તેનો વિડિયો ક્લિપ ફરી વળતા મહાવિતરણ જાગી હતી.
આ સમાચાર પણ વાંચો : શું તમે કદી શરદ પવારને ખુશીથી ઝૂમી ઉઠતાં જોયા છે- કાલની ભારત – પાક મેચ વખતે તેઓનો એક યુવાન ક્રિકેટ ફેન જેવો અવતાર જોવા મળ્યો- જુઓ વિડીયો
મહાવિતરણને તેની જાણ થતા મંડપના ડેકોરેટર સામે કાર્યવાહી કરીને તેને આઠ હજાર રૂપિયાનો દંડ ફટકાર્યો હતો. આ અગાઉ પણ શિવસેનાના નેતા સંજય રાઉતનો નાગપૂરમાં કાર્યક્રમ હતો ત્યારે પણ વીજળી ચોરી કરીને લેવામાં આવી હોવાનું કહેવાય છે.