News Continuous Bureau | Mumbai
બિહારના કિશનગંજ જિલ્લામાં જંગલી હાથીઓના ટોળા દ્વારા આતંક મચાવવાનો મામલો સામે આવ્યો છે. બૈરિયા અને તેહદાગચ બ્લોક વિસ્તારના બૈરિયા સહિત અનેક સરહદી ગામોમાં ત્રણ હાથીઓના ટોળાએ વિનાશ સર્જ્યો છે અને અનેક ઘરોને નષ્ટ કર્યા છે. આ સાથે ખેડૂતોનો મકાઈનો પાક પણ બરબાદ થઈ ગયો છે. હાથીઓના ડરને કારણે આસપાસના વિસ્તારમાં લોકોમાં ભયનો માહોલ જોવા મળી રહ્યો છે.
*नेपाल से बिहार में घुसे हाथियों का आतंक, VIDEO:*
किशनगंज में घर तोड़े, फसलें बर्बाद कीं;
रास्ते में जो आया रौंदते हुए आगे बढ़ गए https://t.co/vqbNWr4raW pic.twitter.com/lrqdAXZW3O— Vishal Kumar Jha (@Vishal_jha3553) March 14, 2023
મળતી માહિતી મુજબ, મંગળવારે ત્રણ જંગલી હાથીઓનું ટોળું નેપાળમાંથી ઘૂસી આવ્યું અને તેહદાગછના અનેક સરહદી ગામોમાં ઘૂસીને તબાહી મચાવી દીધી. સોશિયલ મીડિયા પર આ ઘટનાનો વીડિયો સામે આવ્યો છે. જેમાં ત્રણ હાથી ગામમાં ઘૂસતા જોવા મળે છે. તેઓ ઘરોમાં તોડફોડ કરે છે. મકાઈના પાકનો નાશ કરે છે. આ પછી તેઓ જે કંઈ સામે આવ્યું તેને કચડીને આગળ વધતા રહ્યા..આ ઘટનામાં ગ્રામજનોને ભારે હાલાકી વેઠવી પડી છે. આ ઘટના અંગે ગભરાયેલા ગ્રામજનોએ વન વિભાગને જાણ કરી હતી.
આ સમાચાર પણ વાંચો : બજાજ ઓટોના ચેરમેન નિરજ બજાજે મુંબઈના મલબાર હિલમાં રૂ. 252.5 કરોડમાં ટ્રિપ્લેક્સ ખરીદ્યું.