108 Emergency Service: ‘૧૦૮ ઇમરજન્સી સેવા’ ગુજરાતના નાગરિકોના જીવ બચાવવા અડીખમ, આટલા કરોડથી વધુ કોલ એટેન્ડ કરીને સફળતાપૂર્વક પૂરી પાડવામાં આવી તાત્કાલિક સેવાઓ

108 Emergency Service: ગુજરાતમાં ઓગસ્ટ- ૨૦૨૪ સુધીમાં ૧.૬૬ કરોડથી વધુ કૉલ ૧૦૮માં નોંધાયા. ૪૧૪ જેટલી ખિલખિલાટ વાનનો ૧.૧૩ કરોડથી વધુ લાભાર્થીઓએ લાભ લીધો. આરોગ્ય સંજીવની-મોબાઇલ હેલ્થ યુનિટનો ૨ કરોડથી વધુ નાગરિકોએ લીધો લાભ

by Hiral Meria
emergency services successfully provided by attending more than crore calls by '108 Emergency Service' of Gujarat

News Continuous Bureau | Mumbai

108 Emergency Service: રોકેટની ગતિએ ચાલતી ૧૦૮ એમ્બુલેંસ અને મક્કમતાપૂર્વક ફરજ નિભાવતા ૧૦૮ ઇમરજન્સી સેવાની સમગ્ર ટીમ ગુજરાતના નાગરિકોનો જીવ બચાવવામાં હરહંમેશ અડીખમ રહી છે. તત્કાલિન મુખ્યમંત્રી અને હાલના વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદી દ્વારા વર્ષ ૨૦૦૭માં ગુજરાતમાં સૌ પ્રથમવાર શરૂ કરાયેલી અનન્ય આરોગ્યલક્ષી ૧૦૮ ઇમરજન્સી સેવા આજે અન્ય રાજ્યો માટે પથદર્શક અને આદર્શ મોડલ પૂરવાર થઇ છે. મુખ્યમંત્રી  ભૂપેન્દ્રભાઇ પટેલના નેતૃત્વમાં ગુજરાતના દરેક શહેરો, જિલ્લા, તાલુકા અને છેવાડાના ગામ સુધી આજે ૧૦૮ ઇમરજન્સી સર્વિસ ૨૪x૭ વિનામૂલ્યે સેવા આપી રહી છે, જે રાજ્યના કરોડો નાગરિકો માટે આશિર્વાદ સમાન છે. 

ગુજરાતમાં ( Gujarat ) આરોગ્ય સેવા ક્ષેત્રે ૧૦૮ ઇમરજન્સી સેવા શરૂ થઇ ત્યારથી ઓગસ્ટ-૨૦૨૪ સુધીમાં રેકોર્ડ બ્રેક કુલ ૧.૬૬ કરોડથી વધુ ઇમરજન્સી કોલ એટેન્ડ કરીને સફળતાપૂર્વક તાત્કાલિક સેવાઓ ( Health Serivce ) પૂરી પાડવામાં આવી છે. આ ઉપરાંત ૫૫.૩૯ લાખથી વધુ પ્રસૂતિ સંબંધિત ઈમરજન્સી તેમજ ૨૦.૩૨ લાખથી વધુ માર્ગ અકસ્માતના કિસ્સામાં ઈમરજન્સી સેવાઓ આપવામાં આવી છે. જીવન મરણનો સવાલ હોય તેવા આપાતકાલીન સ્થિતિમાં અત્યાર સુધીમાં કુલ ૧૫.૫૨ લાખથી વધુ લોકોના જીવ બચાવવામાં આવ્યા છે. જ્યારે, એમ્બ્યુલન્સમાં અને જે તે સ્થળ ઉપર કુલ ૧.૪૩ લાખથી વધુ સફળ પ્રસૂતિ કરાવવામાં આવી છે.

૧૦૮ ઇમરજન્સી સેવા ઉપરાંત ગુજરાતમાં અન્ય વિવિધ ઇમરજન્સી સેવાઓ પણ ઉપલબ્ધ કરાવવામાં આવે છે. જે અંતર્ગત વર્ષ ૨૦૧૨થી કાર્યરત ૪૧૪ જેટલી ખિલખિલાટ વાનનો ૧.૧૩ કરોડથી વધુ લાભાર્થીઓએ લાભ લીધો છે. આરોગ્ય સંજીવની-મોબાઇલ હેલ્થ યુનિટમાં કાર્યરત ૨૫૬ વાન થકી ૨.૭૯ કરોડથી વધુ નાગરિકોએ લાભ લીધો છે. વર્ષ ૨૦૧૫થી શરૂ થયેલી ૧૮૧ મહિલા હેલ્પલાઇન અંતર્ગત ૧૪.૭૮ લાખથી વધુ કોલ એટેન્ડ કરીને ૫૯ વાન દ્વારા ૨.૯૭ લાખથી વધુ મહિલાઓને સ્થળ પર જરૂરી મદદ કરવામાં આવી છે.

આ સમાચાર પણ વાંચો : Aishwarya rai: પેરિસ ફેશન વીક માં ઐશ્વર્યા એ કરી ગ્રાન્ડ એન્ટ્રી, માતા સાથેની આરાધ્યા ની ચાલ જોઈ લોકો એ આપી આવી પ્રતિક્રિયા

ગુજરાતમાં ( Gujarat 108 Emergency Service ) વર્ષ ૨૦૧૭માં શરૂ કરાયેલી ૧૦૪ હેલ્થ હેલ્પલાઇન દ્વારા કુલ ૫૦.૪૪ લાખથી વધુ કોલ એટેન્ડ કરીને યોગ્ય માર્ગદર્શન આપવામાં આવ્યુ છે. આ ઉપરાંત વર્ષ-૨૦૧૮માં શરૂ કરાયેલી ૧૦૮ બોટ એમ્બ્યુલન્સ દ્વારા ૭૪૨ જેટલા નાગરિકોનો જીવ બચાવવામાં આવ્યા છે. હાલમાં ગુજરાતમાં બે ૧૦૮ બોટ એમ્બ્યુલન્સ સેવારત છે. રાજ્યના ૭ જિલ્લાઓમાં વર્ષ ૨૦૧૯થી કાર્યરત ૧૧૨ ઇમરજન્સી સેવા અંતર્ગત ૧.૪૭ કરોડથી વધુ ઇમરજન્સી કોલ, પોલીસ ઇમરજન્સી, ફાયર ઇમરજન્સી, મેડીકલ ઇમરજન્સી અને ડિઝાસ્ટર ઇમરજન્સી સંબંધિત કોલ એટેન્ડ કરવામાં આવ્યા છે.

આ ઉપરાંત, વર્ષ ૨૦૨૦માં દસ ગામ દીઠ ફરતું પશુ દવાખાનું અને વર્ષ ૨૦૨૩માં કેન્દ્ર સરકાર પુરસ્કૃત ફરતું પશુ દવાખાનાની કુલ ૫૮૬ વાન સેવારત છે, જેમાં ૭૦ લાખથી વધુ પશુઓની સારવાર પણ કરવામાં આવી છે

Disclaimer : Except for the headline, this story has not been edited by News Continuous staff and is published from a syndicated feed.

 

You Might Be Interested In
Join Our WhatsApp Community

About News Continues

News Continuous is created to spread authentic, accurate and correct news across platforms. This news venture is managed by experienced journalists. Drop an email for collaborations.

Newsletter

Subscribe to our Newsletter to get the latest news updates.

To explore your career & collaborate with us pls write to us on following email id info@newscontinuous.com

@2023 – All Right Reserved. 

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More