News Continuous Bureau | Mumbai
ઇલેક્ટ્રિક સ્કૂટર(Electric scooter) માં આગ(Fire) લાગવાનો વધુ એક કિસ્સો સામે આવ્યો છે. વસઈ(Vasai) પૂર્વના રામદાસનગર(Ramdasnagar)માં આ ચોંકાવનારી ઘટના બની છે. ઇલેક્ટ્રિક બાઇકની બેટરી ઘરમાં ચાર્જ (Battery Charging) કરવા મૂકી હતી ત્યારે અચાનક ફાટી હતી. તેને કારણે ઘરમાં આગ લાગી ગઈ હતી અને તેમાં 7 વર્ષીય બાળક ગંભીર રીતે દાઝી ગયો હતો. ત્યારે તેને તાત્કાલિક સારવાર માટે ખસેડવામાં આવ્યો હતો અને સારવાર દરમિયાન તેનું મોત નીપજ્યું હતું. વસઈ માણિકપુર અત્યારે આ મામલે એડીઆર અંતર્ગત કેસ દાખલ કરી તપાસમાં લાગી ગઈ છે.
મળતી માહિતી મુજબ, જ્યારે બ્લાસ્ટ થયો ત્યારે છોકરો અને તેની દાદી હોલમાં સૂતા હતા. 7 વર્ષીય બાળકના પિતાએ ઈવીની બેટરી(EV's Battery) ચાર્જ કરવા માટે પ્લગ કરી હતી. બેટરી(Battery) માં વિસ્ફોટ થતાં જ 7 વર્ષીય બાળક અને તેની દાદી જાગી ગયા હતા. મીડિયા રિપોર્ટ મુજબ, બેટરીમાં આગ લાગવાની ઘટના 23 સપ્ટેમ્બરના રોજ સવારે 4:30 વાગ્યે બની હતી. દાદીને સામાન્ય ઈજા થઈ હતી, જ્યારે 7 વર્ષીય બાળક 70 ટકાથી વધુ દાઝી(Burned) ગયું હતું. તેને હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો હતો જ્યાં તેનું મોત નીપજ્યું હતું.
આ સમાચાર પણ વાંચો : જમીન પર ગોળી ચલાવી અને આસમાનમાં વિમાન વિંધાયું- બધાના જીવ તાળવે ચોંટયા- જાણો વિગતે
મીડિયા રિપોર્ટ્સમાં દાવો કરવામાં આવ્યો છે કે તે 24Ah લિથિયમ ફેરો ફોસ્ફેટ (LFP) બેટરી છે, જેને સ્કૂટરમાંથી બહાર કાઢીને ચાર્જ કરી શકાય છે. એવું માનવામાં આવે છે કે તે વધુ ગરમ થવાને કારણે વિસ્ફોટ(Blast) થયો હતો. જો કે, 7 વર્ષીય બાળકના પરિવારે 'ખરાબ' બેટરી માટે EV સ્કૂટર બનાવતી કંપનીને જવાબદાર ઠેરવી હતી.