252
Join Our WhatsApp Community
ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, 01 ઓક્ટોબર, 2021
શુક્રવાર
પંજાબમાં ઘમાસાણની વચ્ચે હવે કોંગ્રેસને મેઘાલયમાં ટીએમસીએ ઝટકો આપ્યો છે.
પ્રાપ્ત જાણકારી મુજબ રાજ્યના પૂર્વ સીએમ મુકુલ સંગમા અને બીજા એક ડઝન ધારાસભ્યો ટીએમસીમાં સામેલ થવાના છે.
પૂર્વ સીએમ સંગમા હાઈકમાનથી નાખુશ છે. તેમને લાગે છે કે, પાર્ટી હાઈકમાને મને સાઈડલાઈન કરી દીધો છે.
ગયા સપ્તાહે તેઓ પશ્ચિમ બંગાળના પ્રવાસે ગયા હતા અને આ દરમિયાનમાં ટીએમસીના નેતાઓને મળ્યા હતા.
જોકે તેમણે મમતા બેનર્જી સાથે મુલાકાતનો ઇનકાર કર્યો હતો.
કોંગ્રેસ માટે આંચકાજનક વાત એ છે કે, રાજ્યના બીજા એક ડઝન જેટલા કોંગી ધારાસભ્યો પણ તેમની સાથે ટીએમસીમાં જોડાય તેવી શક્યતાઓ છે. તેઓ તાજેતરમાં પાર્ટીના બે કાર્યક્રમોમાં પણ ગેરહાજર રહ્યા હતા.
You Might Be Interested In