ન્યૂઝ કંટીન્યુઝ બ્યૂરો
મુંબઈ
22 માર્ચ 2021
મુંબઈના ભૂતપૂર્વ પોલીસ-કમિશનર પરમબીર સિંહે સુપ્રીમ કોર્ટનો દરવાજો ખખડાવ્યો છે.થોડાક દિવસો પહેલાં જ પોલીસ કમિશનર પરમબીર સિંહ ની બદલી હોમગાર્ડ ડિપાર્ટમેન્ટમાં કરવામાં આવી હતી. અને એથી જ ગુસ્સે થયેલા પરમબીરસિંહ સુપ્રીમ કોર્ટે જઇ ચઢયા છે.અને પોતાના ઉપર લગાવેલા આરોપ સામે cbi તપાસની પણ માંગ કરી છે.
જોકે મામલો આટલેથી અટકતો નથી. પરમબીર સિંહે પોતાની સફાઇમાં એક પત્ર લખ્યો છે. અને એ પત્રમાં તેમણે ગૃહ મંત્રી અનિલ દેશમુખ પર ગંભીર આરોપો લગાવ્યા છે પરમબીર સિંહ ના જણાવ્યા મુજબ અનિલ દેશમુખે જ સચિનમાં વઝેને મહિને સો કરોડ રૂપિયાની વસૂલી કરવા દબાણ કર્યું હતું.
આ રાજ્યમાં રાષ્ટ્રપતિ શાસનની માગણી. રાજનૈતિક ગતિવિધિઓ તેજ…
મીડિયા રિપોર્ટ પ્રમાણે, પરમબીર સિંહેગૃહમંત્રી અનિલ દેશમુખના ઘરના સીસીટીવી કેમેરા ની તપાસ કરવાની પણ અપીલ કરી છે.