Site icon

ભાજપના આ ભૂતપૂર્વ વિધાનસભ્ય સામે નોંધાયો ગુનો, લોકાયુક્ત આદેશ બાદ થશે કાર્યવાહી.. જાણો વિગતે

News Continuous Bureau | Mumbai

ભાજપના(BJP) ભૂતપૂર્વ વિધાનસભ્ય(EX-MLA) નરેન્દ્ર મહેતા(Narendra Mehta) સામે પદનો દુરૂપયોગ કરીને બેહિસાબી માલમત્તા(Unaccounted assets) રાખવાના પ્રકરણમાં લોકાયુક્તના(Lokayukta) આદેશ બાદ હવે એન્ટી કરપ્શન બ્યુરો(Anti-Corruption Bureau) તેમની તપાસ કરવાની છે. નરેન્દ્ર મહેતા સહિત તેમના પત્ની સુમન મહેતા સામે પણ નવઘર પોલીસમાં ગુનો નોંધવામાં આવ્યો છે. મીડિયા હાઉસમાં આવેલા અહેવાલ મુજબ ગુનો દાખલ થયા બાદ પતી-પત્ની નોટ રિચેબલ છે.

Join Our WhatsApp Community

નરેન્દ્ર મહેતા ઓગસ્ટ 2002થી 2017 સુધી ભાયંદર પાલિકામાં(Bhayander palika) નગરસેવક હતા. ત્યારબાદ મેયર, વિરોધીપક્ષ નેતા, પ્રભાગ સમિતિ સભાપતિ જેવા અનેક પદ પર રહ્યા હતા. 2014થી 2019 સુધી તેઓ ભાજપના વિધાનસભ્ય હતા. આ દરમિયાન સત્તા અને પદનો ગેરઉપયોગ કરીને બેહિસાબી માલમત્તા તેમણે કમાવી હોવાનો તેમના પર આરોપ હતો.

આ સમાચાર પણ વાંચો :  જ્ઞાનવાપી મસ્જિદ કેસ : અલ્હાબાદ હાઈકોર્ટે સુનાવણી આ તારીખ સુધી સ્થગિત કરી, નમાજ માટે મોટી સંખ્યામાં લોકો એકઠા થયા

મીડિયામાં આવેલા અહેવાલ મુજબ કરિયાણાની દુકાન(Grocery store) અને કેબલનો ધંધો ધરાવતા નરેન્દ્ર મહેતાએ અનેક કંપનીઓ ખોલી હોવાનો તેમના પર આરોપ હતો. તેમના ધંધામાં તેમના પરિવાર પણ મોટો હિસ્સો રાખે છે. તેમના પત્નીના નામે અનેક મોંઘી ગાડીઓ છે. આ ગાડીનો એક્સિડન્ટ થયા બાદ તેમની બેહિસાબી મિલકતની ચર્ચા ખુલ્લેઆમ થવા માંડી હતી.

નગરસેવક થયા બાદ મહેતા પર ગેરકાયદે બાંધકામને(Illegal construction) સંરક્ષણ આપવાનો લાંચ લીધી હોવાનો આરોપ લાગ્યો હતો. આ પ્રકરણે તેમની રંગે હાથે ધરપકડ થઈ હતી. ત્યારબાદ પાલિકામાં નિયમ બહાર કારભાર, ભ્રષ્ટાચાર(Corruption), જમીન તાબામાં લેવી, ફાયદા માટે આરક્ષણ બદલા જેવા અનેક ગુના તેમના પર નોંધાયા હોવાનો પણ મિડિયામાં અહેવાલ આવ્યા છે.

તેમની બેહિસાબી મિલકતની લોકાયુક્ત ના આદેશ મુજબ 10 મે 2016થી પાલઘરના(palghar) એન્ટી કરપ્શન બ્યુરો મારફત તપાસ ચાલુ હતી. પહેલી જાન્યુઆરી 2006થી 31 ઓગસ્ટ 2015 સુધીના લોકસેવક પદના અધિકારનો ગેરઉપયોગ કરીને કરોડો કમાયા હોવાનો પણ તેમના પર આરોપ છે. છ વર્ષે તપાસ પૂરી થયા બાદ ગુનો દાખલ કરવામાં આવ્યો હતો.  

આ સમાચાર પણ વાંચો :  કુતુબ મિનારને લઈને ભૂતપૂર્વ આઈએએસ ઓફિસરનો ચોંકાવનારો દાવો- મુસ્લિમ નહી આ હિંદુ રાજાએ બાંધ્યો હતો… જાણો વિગતે
 

Garvi Gurjari: ગરવી ગુર્જરી દ્વારા છેલ્લા ૦૭ મહિનામાં રાજ્ય-રાજ્ય બહાર રૂા.૧૭ કરોડથી વધારે કિંમતની સ્વદેશી હાથશાળ-હસ્તકલાની ચીજ વસ્તુઓનું વેચાણ
Delhi Blast: દિલ્હી બ્લાસ્ટ કેસમાં મોટું એક્શન, ૪ આતંકવાદી ડોક્ટરોના લાઇસન્સ રદ્દ, કરકિર્દીનો આવ્યો અંત.
Bihar Election Results 2025: બિહાર CM કોણ બનશે? JDU નેતા શ્યામ રજકે ચૂંટણી પરિણામો પહેલા જ કરી દીધો સૌથી મોટો દાવો, રાજકારણમાં ગરમાવો!
Gujarat ATS: ગુજરાત એટીએસની મોટી કાર્યવાહી! પાકિસ્તાન સાથે સંબંધ ધરાવતા આતંકવાદી શંકાસ્પદની ધરપકડ
Exit mobile version